________________
ભક્તિના વીસ દોહરા
છે કે આનામાં કેટલું આજ્ઞાંકિતપણું છે? કેટલો સાચો વિનય છે? કેટલી અર્પણતા છે? કેટલી યોગ્યતા છે? એ રીતે ગુરુસેવા મેં કરી નથી.
પરમાં “હું પણું એ એક અભિમાન છે અને બીજું અભિમાન બહારમાં હું કાંઈક છું એ છે. આઠ પ્રકારના મદ છે એ બધાય મદને છોડી, નમ્ર થઈ, વિનયી થઈ, આજ્ઞાંકિત થઈને જે આજ્ઞાનું આરાધન કરે છે એ જીવ અવશ્ય મનુષ્યભવ સફળ કરી અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત થાય છે.
અનાદિકાળથી આ જ માર્ગ દરેક જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને ભવિષ્યમાં પણ સેવશે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૬ ત્રણ કાળ, ત્રણ લોકમાં પરમાર્થનો માર્ગ તો સમ્યગદર્શન - જ્ઞાન -ચારિત્રરૂપી મોક્ષમાર્ગ એક જ છે અને આ પ્રકારની પ્રેરણા જે વ્યવહારમાર્ગ દ્વારા મળે એ વ્યવહાર પણ જ્ઞાનીઓને સમ્મત છે, સ્વીકાર છે. તો વ્યવહાર અને પરમાર્થ આ બન્ને સાથે રહેવા જોઈએ. વ્યવહારમાર્ગમાં જે કાંઈ નિમિત્તો મળે તેનું અવલંબન અને સત્પરુષે જે પરમાર્થમાર્ગ બતાવ્યો હોય તેને અનુરૂપ સાધના, સેવા, સમર્પણ ભાવપૂર્વક કરવા જોઈએ એવી રીતે ગુરુસેવા મેં કરી નથી.