________________
૩૯૦
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ મોક્ષ સ્વરૂપ.
ક્ષમાપના
અનુભવ વગર પરિભ્રમણનો નિવેડો આવે એવો નથી. અનુભવજ્ઞાન વગર આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થતી નથી. ગમે તેટલી સાધના, ગમે તેટલી ભક્તિ, ગમે તેટલું તપ, ગમે તેટલો ત્યાગ, ગમે તેટલી ધર્મની ક્રિયાઓ કરો એ બધી આસવ-બંધના ખાનામાં છે, એનાથી તમે કંઈક પુણ્ય બાંધો ને તમને બાહ્ય સુખની સામગ્રીઓ મળે પણ ખરી અને તે પણ એકાદ ભવ. પછી એ સુખને ભોગવવામાં તમે પાગલ થઈ જાવ એટલે પાછા નીચે. જ્યાં જાઓ ત્યાં બધે કાગડા કાળા ને કાળા. ગમે ત્યાં જાવ, કોઈ જગ્યાએ કાગડો ધોળો ના હોય. કલર કરો તો જુદી વાત, બાકી તો ના હોય.
‘વસ્તુ વિચારત ધ્યાવતે.’ બીજા વિચારથી મન થાકી જાય, માથું દુઃખે. જ્યારે જીવને બીજાના વિચારમાં જ આનંદ આવે. દીકરો પરદેશ ગયો હોય તો અહીં મોબાઈલમાં પણ એનું મોઢું દેખાય અને આનું મોઢું ત્યાં દેખાય ને વાતચીત ચાલે એટલે એને આનંદ થાય કે મેં છોકરાને જોયો. કેમ કે, હજી થાક્યો નથી. પેલો ત્યાં રડે તો આ અહીં રડે. હજી એનું મન થાક્યું નથી વિભાવોથી. બહિર્મુખતાથી મન થાક્યું નથી. ઘણો માર ખાધો, ઘણા દુ:ખ સહન કર્યા, ઘણી આકુળતા - વ્યાકુળતાઓ ભોગવી. જેનું મન બહિર્મુખ છે એ બધા આકુળ-વ્યાકુળ જ છે. ‘મન: વં મનુષ્યાળાં વારાં બંધ મોહાયો: ।' બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન છે. ભાવમન મોક્ષનું કારણ છે. જ્યારે ભાવમન આત્મામાં લાગે ત્યારે દ્રવ્યમન નિષ્ક્રિય થઈ જાય છે અને જ્યારે ભાવમન આત્મામાં નથી ત્યારે દ્રવ્યમન સક્રિય હોય છે. મન તો થાકતું જ નથી. એક વિચાર જાય ને બીજો આવે, બીજો ગયો ને ત્રીજો આવે. જેમ સમુદ્રમાં એક પછી એક તરંગો આવ્યા જ કરે તેમ મનની અંદરમાં તરંગો આવ્યા જ કરે. એમાં ટી.વી. જુએ ત્યારે ઓછું થાય, પણ સામાયિકમાં વધી જાય ! વિશેષ શિક્ષાપાઠ-૧૦૦ – ‘મનોનિગ્રહતાના વિઘ્ન’ માંથી અવલોકવું. સ્વાધ્યાય સાંભળવામાં પણ મન શાંત કે એકાગ્ર નથી. એની દોડાદોડ તો ચાલુ જ છે.
દોડત દોડત દોડત દોડિયો, જેતી મનની રે દોડ; જિનેસર. પ્રેમ પ્રતીત વિચારો ઢંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિનેસર .
– શ્રી આનંદઘનજી કૃત ધર્મનાથજિન સ્તવન
-