________________
ભક્તિના વીસ દોહરા
૪૯
એનાથી આત્માના જ્ઞાન-દર્શન-આનંદ-ચારિત્ર-સુખ બધું પ્રગટે છે. એટલે જ પરમકૃપાળુદેવે કહ્યું છે કે, ભગવાન મુક્તિ આપવામાં પણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે.
ભક્તિ એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ. આવી ભક્તિ દુર્લભ છે. બાકી બીજી જે છે તે બહારની ભક્તિ છે. જે અલગ અલગ સંગીતના સાધનો વગાડીને કરવામાં આવે છે, તે વ્યવહાર ભક્તિ છે. ભૂમિકા અનુસાર સારી છે, પણ એ વિશેષ કાર્યકારી નથી. ઉપર જે બતાવી તે નવધા ભક્તિ આત્માને ઘણી લાભકારક થાય છે. પરમાર્થમાર્ગ પ્રત્યે, ગુરુ પ્રત્યે, ભગવાન પ્રત્યે યથાર્થ પ્રેમ પ્રગટે તે સાચી ભક્તિ છે. શબરીબાઈએ ભલે ગાણા ન ગાયા પણ ભગવાનનું સતત સ્મરણ કર્યું છે. એમનું રામ સાથે મિલન, તેમને જમાડવા એ પણ ભક્તિ છે. સંત દેખ દૌડ આઈ, જગત દેખ રોઈ; પ્રેમ આંસુ ડાર ડાર, અમરવેલ બોઈ.
અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. મારગ મેં તારણ મિલે, સંત રામ દોઈ; સંત સદા શિશ ઉપર, રામ હૃદય હોઈ.
અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ; દાસ મીરા લાલ ગિરધર હોને કો સો હોઈ.
અબ તો મેરે રામ નામ દૂસરા ન કોઈ. ભક્તિ પામવાની આવી તાલાવેલી લાગવી જોઈએ. એવી ભક્તિ હે પ્રભુ! મારામાં નથી. ભજનકીર્તનમાં એકાગ્રતા આવવી જોઈએ, તન્મયતા આવવી જોઈએ, ભાવભાસન થવું જોઈએ તે હજી થતું નથી. ભક્તિ સાંભળતા કે ગાતા ય ડાફોળિયા મારતો હોય, કેટલાય વિકલ્પો કરતો હોય ! મનુષ્યભવ પામ્યા છીએ તે આપણે શું કરવા પામ્યા છીએ? શું કરવાનું છે? દઢ નિર્ણય થાય. તો જગતના તમામ કાર્યો સાપેક્ષપણે ગૌણ કરીને આત્માની સાધનામાં વધારે સમય લગાડીને જીવ કલ્યાણ કરી લે. પોતાનું ધર્મકર્તવ્ય શું છે તેની જીવને સમજણ નથી એટલે બીજી વસ્તુઓમાં સમય પસાર કરી નાખે છે. બીજા કાર્યોમાં સમય પસાર થઈ જાય છે અને આત્માના હિતનું કાર્ય રહી જાય છે. સત્સંગ મળતો હોય, એવા એકાંત સ્થળમાં જવા મળતું હોય તો ત્યાં બે દિવસમાં જીવ કંટાળી જાય! “બહુ રહ્યા હવે. હવે મારે આ કામ આવ્યું છે ને પેલું કામ આવ્યું છે, ફોન આવ્યો છે ને હવે મારે જવું પડશે.” એ બે દિવસમાં તો ઊંચોનીચો થઈ જાય. અરે ! ઝાટકો લાગવો જોઈએ કે મને માંડ અહીં