________________
૬૬૦
દુર્લભ એવો મનુષ્યદેહ કંઈ જાગૃતિ તો નથી. બસ, રૂઢિપૂર્વક થાય છે. જે કંઈ સંયોગ વિયોગ આવે એની નોંધ લેવા જેવું નથી. જાય તો જવા દો, રહે તો રહેવા દો, થાય તો થવા દો, ન થાય તો ન થવા દો, જીવે તો જીવવા દો, જેમ બને એમ બનવા દો. તમે એની સાથે જોડાવ નહીં, ઇનવોલ્વ થાવ નહીં. જેમ થવું હોય તેમ થવા ઘો. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી – એ તો અજ્ઞાનીની કહેવત છે. પણ, બીજાના સુખમાં પણ જ્ઞાતાદૃષ્ટા અને બીજાના દુઃખમાં પણ જ્ઞાતાદેષ્ટા - એ જ્ઞાનીઓની કહેવત છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.
– શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૧૬૫ જગતની લીલા એટલે ચૌદ રાજલોકમાં જે ચોર્યાશી લાખ યોનિના જીવો છે તેમનું ઉદયને અનુરૂપ વર્તન છે. શ્રીમાન્ આનંદઘનજી કહે છે,
કોઈ લહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા વિ ઘટે રે, લીલા દોષ વિલાસ.
-
શ્રી ઋષભજિન સ્તવન
આપણે તો એક નાનું નાટક જોવા માટે પણ પૈસા ખર્ચવા પડે છે, જ્યારે જ્ઞાની જગતની સમસ્ત લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે. એટલે આપણે શુભાશુભ ભાવોની ટિકિટ ખર્ચીએ છીએ. ઘડીકમાં હસીએ, ઘડીકમાં રાજી થઈ જઈએ, ઘડીકમાં પાછા કષાય આવી જાય, ઘડીકમાં અનેક પ્રકારના વિચિત્ર ભાવો આવી જાય છે. અજ્ઞાની જીવ ગાફેલ રહે છે. ગમે તેટલો તે પ્રયત્ન કરે તો થોડો સમય સામાન્ય જાગૃતિ રહે છે, બાકી મોટેભાગે તો અજાગૃતિમાં જ રહે છે. અજ્ઞાની જીવ લાંબા સમય સુધી જાગૃતિમાં ટકી શકતો નથી અને એ જાગૃતિ પણ બાહ્ય વ્યવહારની છે. નિશ્ચય જાગૃતિ તો ઉપયોગમાં આત્મા પકડાયેલો રહે એ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
· શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫૦૫ ગમે ત્યારે આ દેહ છૂટવાનો છે. તો એવી તૈયારી સહિત રહો કે હાલ દેહ છૂટે તોય. વાંધો નથી ને લાંબો ચાલે તોય વાંધો નથી. એવી જાગૃતિ રાખો બસ. પરમકૃપાળુદેવે કહ્યું છે,