________________
૬૩૬
ત્રણ મંત્રની માળા એમાં મુખ્ય આચાર્ય ભગવંતો છે. આ ગુરુની ગાદી એમના માટે છે. હવે એના ઉપર કોઈ અનઅધિકારી જીવ ચઢી જાય તો એ પોતાને મોટું નુક્સાન કરે છે. ભલે મોહનીય કર્મના ઉદયમાં એને ભાન નથી કે આનાથી શું શું નુક્સાન થાય છે, પણ પરમકૃપાળુદેવે તો એને લાલ લાઈટ બતાવી છે કે –
અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.
– શ્રી આત્મસિદ્ધિશાસ-ગાથા - ૨૧ પરમગુરુ તરીકે કોને રાખવાના? તો કે, મુખ્યતો અરિહંત ભગવાન. સિદ્ધ ભગવાનને તો આપણે જોઈ શકતા નથી, પણ એ સર્વોત્કૃષ્ટ શુદ્ધાત્મા છે. એમની હયાતી ન હોય ત્યારે આચાર્ય ભગવંત ઉપાધ્યાય અને સાધુ ભગવાન પણ પરમગુરુમાં આવે છે. આ પરંપરા છે. જે મહાવ્રતધારી છે, સમિતિ અને ગુપ્તિથી યુક્ત છે, મૂળગુણોનું પાલન કરે છે, પ્રમત્ત-અપ્રમત્ત દશામાં વર્તી રહ્યા છે, અંતરંગમાં ત્રણ કષાયોનો અભાવ છે, યથાજાતરૂપધર છે તે પરમગુરુમાં આવે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમૠત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ આવા પરમગુરુ છે. જૈનદર્શન ગુણાનુરાગી છે, દષ્ટિરાગી નથી. આવા ગુણો કોઈને પણ પ્રગટ થયા હોય તે બધાય વંદનીય અને પૂજનીય છે. આવા ગુણો વગરના ગમે તે હોય, બહારમાં સાધુ હોય કે શ્રાવક હોય, પણ આવી દશા અને ગુણ નથી તો તે પૂજય નથી. અસંયમી પૂજય નથી, અજ્ઞાની કોઈ પૂજ્ય નથી. વ્યવહારથી ઠીક છે કે કોઈ વડીલ હોય, વિદ્વાન હોય એમનો આપણે યોગ્ય વિનય કરવાનો છે, પણ એમને એ નિર્ગથગર, પરમગુરના ખાનામાં બેસાડી શકાય નહીં. મોક્ષમાર્ગમાં ગુરુ તો આ રત્નત્રયધારી મુનિ છે, કોઈ શ્રાવક નથી. કોઈ શ્રાવકને નિગ્રંથગુરુ તરીકે કોઈ માને અને બેસાડે એ પોતાની ભૂલ છે. એ ઉપકારી ગુરુ હોઈ શકે, શિક્ષાગુરુ હોઈ શકે, દીક્ષાગુરુ હોઈ શકે, પણ નિગ્રંથગુરુ નહીં.
કાનજીસ્વામીને શ્રી હુકમચંદજી ભારિલે એક પ્રશ્ન પૂછેલો. તે વખતે તેઓ જૈન ગેઝેટના તંત્રી હતા. સોનગઢમાં પહેલીવાર આવેલા. બધા કાનજીસ્વામીને ગુરુદેવ કહે. હુકમચંદજી