________________
ક્ષમાપના
૨૭૩.
બધા ઘણા ઉપર આવરણો હોવા છતાંય અંદરમાં ઉપયોગ દ્વારા દષ્ટિ કરશો, તો તમને આ બધાયથી રહિત આત્મા - એકલી શુદ્ધ ચેતના દેખાશે. ત્રણે કાળમાં, અનાદિકાળથી હતી અને અનંતકાળ સુધી એકલી શુદ્ધ ચેતના જ છે. સંયોગી વસ્તુમાં એકત્વબુદ્ધિ કરવી તેનું નામ મિથ્યાત્વ છે. જેનો સંયોગ છે તેનો વિયોગ થવાનો છે. શરીર સંયોગમાં છે, કર્મ પણ સંયોગમાં છે. કુટુંબીજનો પણ સંયોગમાં છે. જે જે કંઈ સચિત્ત કે અચિત્ત પદાર્થો છે તમારા સંયોગમાં છે, એ બધાનો વિયોગ થવાનો જ છે. મારા છોકરા માટે “વિલ' કરીને જવું છે. બીજાના હાથમાં સંપત્તિ ન જવી જોઈએ.” “પણ છોકરો ય તારો નથી, મિલક્ત પણ તારી નથી અને વિલ પણ તારું નથી.”
એક ભૂલની પાછળ અનેક ભૂલોની પરંપરા ઊભી થઈ છે. પરને પોતાનું માનવાનું છોડી અને સ્વમાં સ્વપણું કરો. તમારું સર્વસ્વ તમારું સ્વ જ છે. તમારા સ્વરૂપથી બહાર તમારું કંઈ છે જ નહીં. જેટલા સ્વરૂપથી બહારના પદાર્થો છે એમાં મોહ-મમતા કરશો, રાગ-દ્વેષ કરશો, ઈષ્ટઅનિષ્ટબુદ્ધિકરશો, કર્તા-ભોક્તાપણું કરશો કે બીજા અનેક પ્રકારના વિકલ્પો કરશો એ બંધનનું, દુઃખનું કારણ છે; મુક્તિનું કારણ નહીં થાય. ભગવાન કોઈના નથી; ભગવાન ભગવાનના છે. કોઈ કહે, “ના સાહેબ ! ચોવીસ ભગવાન અમારા જૈનોના છે અને બાકીના અમારા નહીં !!
ભાઈ, રામ પણ કોઈના નથી અને ચોવીસ ભગવાન પણ કોઈના નથી, દરેક ભગવાન પોતે પોતાના છે. ભગવાને તને કાંઈ એજન્સી આપી નથી કે તું મારા માનજે. આ તો તું હાથમાં પકડીને બેસી ગયો છું.” પારસનાથ ભગવાન શ્વેતાંબરના કે દિગંબરના કે જૈનોના કે અજૈનોના? કોના? ઝઘડા કોના માટે છે? તમને નુક્સાન છે. ભગવાનના માટે, ધર્મના માટે કેમ ઝઘડા કરો છો? ભગવાને કહ્યું નથી કે મારા માટે ઝઘડા કરજો. તો વિશ્વવ્યાપી છું.
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગજો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૭ ધર્મમાં જાતિ કે વેષ છે જ નહીં. સાચો ધર્મ અંગીકાર કરીને સાધના કરે એનો ધર્મ. મારે એની તલવાર, બાંધે એની તલવાર નહીં. જૈન ધર્મ અનંતવાર મળ્યો તોય કલ્યાણ ન થયું, અને અન્ય દર્શનવાળાને એક થોડોક સમય જૈનદર્શન મળ્યું ને કામ કરી ગયા. વર્ગીજી મહારાજ વૈષ્ણવ હતા અને એમને જૈનદર્શન મળ્યું અને કામ કાઢી ગયા. ઘણા આપણા આચાર્યો મોક્ષે ગયા એ બધા પહેલાં અન્ય દર્શનમાંથી આવેલા. બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાંથી આવ્યા હતા.