________________
૪૬૬
છ પદનો પત્ર નેપોલિયન, યાયાખાન એ બધા ક્યાં ગયા? જમીન તો એમની એમ રહી ગઈ. પાકિસ્તાન ખંડ થશે કે અખંડ રહેશે, પણ આ મારું ગામ, આ મારું ઘર, આ મારો દેશ, આ મારો દેહ, આ મારું કુટુંબ - એમ મારું મારું જેણે કર્યું તે બધા મરીને ક્યાં ગયા? એ તપાસ કરો. જેના નિમિત્તે મારું મારું કર્યું અને જે કષાય કર્યા એ કષાયના ફળ એ બધા અત્યારે ભોગવી રહ્યા છે.
જુઓ ! દિલ્હીની ગાદી એમની એમ છે. દિલ્હીની ગાદી ઉપર કંઈક તોફાનો થઈ ગયા. ઈતિહાસ વાંચીએ તો ખબર પડે કે એ બધા દિલ્હીની ગાદી પર ટકવા માટે અને એના વિસ્તાર માટે કેટલા મથ્યા! દિલ્હી તો એમને એમ રહ્યું અને એ બધા ગયા. તમે પણ જે ગાદી ઉપર બેઠા છો એ ગાદી દિલ્હી જેવી જ ગાદી છે. બે દિવસના મહેમાન છો. કંઈક આવીને જતા રહ્યા. બધા પોત પોતાના ખેલ દેખાડી ગયા અને કષાય કરીને જે ફળ લઈને ગયા એ ભોગવી રહ્યા છે. માટે આત્મા નિત્ય છે, અવિનાશી છે એટલું કહેવાથી પણ જીવ કષાયમાંથી ચેતી જાય કે આ નાશવંત પદાર્થો પાછળ શાશ્વત એવો મારો આત્મા કેદમાં આવે છે.
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૧૦ અનિત્ય છે ને બધું? અને અશરણરૂપ છે. છતાં જીવ બીજાના નિમિત્તે રાગ-દ્વેષ કરે છે. માટે અસંયોગી હોવાથી અવિનાશી છે. આત્મા અવિનાશી છે. આત્મા એટલે હું અજર, અમર, અવિનાશી અને શાશ્વત, દેહાતીત એવો આત્મા છું.
દેહવિનાશી, હું અવિનાશી, આનંદઘન હું આત્મા;
દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ મારું. આપણે ધૂનો ઘણી બોલીએ છીએ, પણ ધૂન બોલતી વખતે મૂડમાં અને પછી ધૂન ગઈ એટલે મને બે તાવ થઈ ગયો છે ! શું થયું? હમણાં તો બોલતા હતા કે અજર, અમર, અવિનાશી, દેહાતીત આત્મા છું અને એટલી વારમાં તાવ આવી ગયો! શું થયું આ બધું? તાવ આવે એ તો દેહનો સ્વભાવ છે ભાઈ. તાવ આવવો એ કાંઈ આત્માનો ધર્મ નથી. તાવ આત્માને નથી ચડતો, દેહમાં ચડે છે. એના ઘરમાં એ રહેવા આવે, એમાં તમને શું વાંધો? એનો સમય પૂરો થશે એટલે જશે. સમય પૂરો નહીં થાય ત્યાં સુધી રહેશે. તમારા કાઢવાથી જવાનો નથી અને તમારા કહેવાથી એ રહેવાનો પણ નથી. તમે ભાડુઆત છો. એ તો માલિક છે. શરીર તો