________________
છ પદનો પત્ર
શકે છે. દરેકને જાણે છે તે ગુણોના જ્ઞાનના આધારે જાણે છે. જો ગુણોની જાણકારી ના હોય તો શું કામનું ? આપણો આત્મા પણ દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મ સાથે એકરૂપ થઈ ગયો છે, તેને જુદો પાડવો છે. જોકે, એકરૂપ થઈ ગયો છે, છતાં એકમેક થઈ ગયો નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મળીને એકમેક થઈ જતું નથી. એ જ જૈનદર્શનનો વસ્તુ સ્વતંત્રતાનો મહાસિદ્ધાંત છે. આ બધા ભેળસેળથી આત્માને સ્વ-પર પ્રકાશક ચૈતન્યસત્તાના ગુણ દ્વારા જુદો પાડી શકાય છે. કેમ કે, આ શક્તિ બીજા પાંચ અજીવ દ્રવ્યોમાં નથી. આવા એના અનેક ગુણધર્મો, અનેક લક્ષણો, અનેક ચિહ્નો જ્ઞાનીપુરુષો દ્વારા બતાવવામાં આવ્યા છે. શ્રી બનારસીદાસજી કહે છે, સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. શ્રી સમયસાર નાટક -
· ઉત્થાનિકા - ૨૬
૪૪૦
—
હવે આત્માને લક્ષણ દ્વારા પહેલા ઓળખીએ છીએ. સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. જે દ્રવ્યના જે જે અસામાન્ય ગુણો છે તે તે દ્રવ્યનું પ્રમાણ આપે છે, કૈમ કે ગુણ-ગુણીનો અભેદ સંબંધ છે. ગુણ ગુણી વગર રહેતો નથી. ગુણી દ્રવ્ય છે અને ગુણ તેના લક્ષણો છે. સમતા, રમતા, ઊરધતા વગેરે લક્ષણો દ્વારા આત્મા ઓળખાય છે. પત્રાંક - ૪૩૮ ના આધારે તેનો વિચાર કરીએ.
શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે પ્રકારે અમે જાણ્યો છે એટલે અનુભવમાં લીધો છે, સ્વસંવેદન દ્વારા જાણ્યો છે. તે પ્રકારે કરી અમે પ્રગટ કહ્યો છે. કેવી રીતે કહ્યો છે કે જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત કહ્યો છે. કેવા લક્ષણ દ્વારા કહ્યો છે ? કે જે લક્ષણમાં કોઈ બાધા ન આવે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ - આ પ્રકારના કોઈ દોષ ન આવે. ત્રણેય કાળ એ લક્ષણ કહેવાય. એવું કયું લક્ષણ છે કે જે દરેક જીવમાં હોય ? એકેન્દ્રિયમાં હોય, બેઈન્દ્રિયમાં હોય, ત્રણ ઈન્દ્રિયમાં હોય, ચાર ઈન્દ્રિયમાં હોય, કેવળજ્ઞાની ભગવાનમાં હોય, સિદ્ધ ભગવાનમાં પણ હોય. બાધારહિત કહેવાય એવું લક્ષણ સ્વપરપ્રકાશક શક્તિ છે. સ્વસંવેદન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, સ્પષ્ટજ્ઞાન દ્વારા આત્માને જાણી શકાય છે. કેમ કે, દરેક જીવને વેદન તો થયા જ કરે છે; સ્વભાવમાં હોય કે વિભાવમાં. વિભાવમાં હોય તો વિપરીતપણે વેદન થાય છે અને સ્વભાવમાં હોય તો સમ્યકૃપણે વેદન થાય