________________
૪૨૦
છ પદનો પત્ર એ અઢાર દૂષણ વર્જિત તન, મુનિજન વંદે ગાયા;
અવિરતિ રૂપક દોષ નિરુપણ, નિર્દૂષણ મન ભાયા. હો મલ્લિજિન, નિગ્રંથ ગુરુ :- જેમની મિથ્યાત્વની ગાંઠ ભેદાઈ ગઈ છે, જેઓ સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રથી યુક્ત છે અને આત્મજ્ઞાન સહિત છે તે નિર્ગથ ગુરુ છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; ' બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૪ શ્રી રત્નકરંડશ્રાવકાચારમાં શ્રી સમંતભદ્રાચાર્યએ દસમા શ્લોકમાં કહ્યું છે,
વિષયાશાવશાતીતો નિરારંભોડપરિગ્રહ: /
જ્ઞાનધ્યાન તપોરક્ત તપસ્વી સઃ પ્રશસ્યતે // જેમણે પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતી લીધા છે. એટલે કે જેને વિષયોની રુચિ અંદરમાંથી સંપૂર્ણ તૂટી ગઈ છે, જેમણે ઇચ્છાઓનો વિરોધ કર્યો છે. હવે તેને જગતના કોઈ પદાર્થો લેવાની ઇચ્છા નથી. કોઈ સુખ ભોગવવાની ઇચ્છા નથી. જેને જ્ઞાન થયું છે તેને તો મોક્ષની પણ ઇચ્છા નથી. કેમ કે, એ સમજે છે કે મોક્ષ પણ સંપૂર્ણ ઇચ્છાનો નિરોધ થાય ત્યારે પ્રગટે છે. મોક્ષની. ઇચ્છાથી મોક્ષ નથી મળતો. એટલે એમને તો એ પણ ઇચ્છા તૂટી ગઈ છે. “માત્ર મોક્ષ અભિલાષ'. તો આત્માર્થી જીવો માટે છે, જ્ઞાનીઓ માટે નહીં. આ પ્રકારની આશાઓ, ઇચ્છાઓ, તૃષ્ણાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગુરુ થવાને યોગ્ય નથી. આ તો ગુરુના ગુણ છે. નિરારંભોડપરિગ્રહ એટલે આરંભ અને પરિગ્રહથી રહિત છે. કેમ કે, એ બધા પાપાગ્નવો છે. કોઈપણ પ્રકારના આપણે આરંભ કરીએ તો એમાં પાપાસ્રવ થાય જ છે.
જ્ઞાનધ્યાન તપોરક્ત” એટલે જ્ઞાન-ધ્યાન અને તપમાં જેઓ લીન છે. જ્ઞાનનું બળ વધે તો ધ્યાનમાં આવી જાય છે. ધ્યાનનું બળ તૂટે તો વળી પાછા સ્વાધ્યાય-ભક્તિ દ્વારા બળ વધારી પાછા ધ્યાનમાં આવી જાય છે અને બાર પ્રકારના તપનું પોતાની ભૂમિકાને અનુરૂપ એ નિરંતર સેવન કરે છે. જ્ઞાન-ધ્યાન-તપમાં અનુરક્ત એવા એ તપસ્વી નિગ્રંથ ગુરુને પ્રસંશવામાં આવ્યા છે. વીતરાગ માર્ગમાં એમનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
ધર્મ :- ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. જે ધર્મથી આત્માનો સ્વભાવ પ્રગટ થાય તેને ધર્મ કહેવાય. જેનાથી આત્મસાક્ષાત્કાર થાય, આત્માની સમાધિ પ્રગટ થાય, આત્માને આત્માની