________________
ભક્તિના વીસ દોહરા
હોય તો સમજજો કે આપણે પણ ભંગારમાં એટલે અધોગતિમાં જવાના. માટે હંમેશાં અંકુશમાં રહેવું જોઈએ. અંકુશમાં એટલે આજ્ઞામાં.
૫૯
દેવ-ગુરુ-ધર્મની આજ્ઞા પ્રમાણે રહીએ તો આપણું કલ્યાણ થાય. જીવ કહે છે કે દેવગુરુ-ધર્મ મારા માથા ઉ૫૨, પણ મારે જે કરવાનું છે એમાં કંઈ ફેરફાર થશે નહીં ! ‘પંચ કહે એ માથા ઉપર, પણ મારી ખીલી ફરે નહીં !' તો આત્માનું કલ્યાણ થાય નહીં. નિરંકુશ રહેવું નથી. આત્માનું કલ્યાણ કરવું હોય તો માથે ગુરુનો અંકુશ જરૂરી છે અને એ અંકુશ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ગુરુને માથે રાખીએ ખરા, પણ અંકુશ પ્રમાણે ન રહીએ કે ન ચાલીએ કે ન વર્તીએ તો કલ્યાણ થાય નહીં. ભલે ને તીર્થંકર જેવા ગુરુ કર્યા હોય, પણ એમની આજ્ઞા પ્રમાણે ન ચાલીએ અને આપણી કલ્પના પ્રમાણે ચાલીએ તો એ પણ આપણું કલ્યાણ કરી શકે નહીં. જે મા-બાપનું કહ્યું ન માને એ ભગવાનનું કહેલું શું વિચારે ? આ પ્રત્યક્ષ મા-બાપ ઘરમાં છે એનું કહેલું જો ન માને તો પછી ભગવાને જે કહ્યું છે એનો શું વિચાર કરે ? ઘણા જીવો તો ભગવાનને પણ માનતા નથી. કહે છે કે કોણે જોયા છે ભગવાન ? તમે તો ચોપડી વાંચીને ભગવાન – ભગવાન કહો છો, પણ હોય તો બતાવો ! ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી એવું પણ માનનારા આ કાળમાં ઘણા છે. શાસ્ત્રમાં લખ્યું હોય તો કહે કે એ તો કલ્પનાથી એમણે લખ્યું છે. જ્ઞાનીઓના વચનને પણ કાલ્પનિક માને તો આત્માનું કલ્યાણ ક્યાં સાધી શકવાના છે? શાસ્ત્રોને કલ્પના માને અને પોતાની કલ્પનાએ, સ્વચ્છંદે બધું પ્રવર્તન કરે ! કોઈ એમ પણ કહે કે શાસ્ત્રમાં કહ્યું છે એ બધું સાચું છે, પણ ચાલે પોતાની કલ્પનાએ, પોતાના સ્વચ્છંદે . તો પણ આત્મકલ્યાણ થાય નહીં.
બીજા કામ આડે પરમાર્થ માટે અવકાશ જ નથી. જગતના બધા કામ કરવાનો સમય જીવને મળે છે, પણ આત્મકલ્યાણ કરવાનો સમય મળતો નથી. હવે એને શું કહેવું ! છાપું વાંચવાનો ટાઈમ મળે છે, ટી.વી. જોવાનો ટાઈમ મળે છે, ગપ્પા મારવાનો ટાઈમ મળે છે, બહાર ફરવા જવાનો ટાઈમ મળે છે, હોટલમાં મોજશોખ કરવાનો ટાઈમ મળે છે, ફ્રેન્ડ આવે તો એની સાથે ચાર-ચાર કલાક, છ-છ કલાક પસાર કરવાનો ટાઈમ મળે છે, આઠ કલાક ઊંધવાનો ટાઈમ મળે છે, પૈસા કમાવાનાય આઠ કલાક મળે છે. છેલ્લે કંઈક વધ્યો ઘટ્યો ટાઈમ રહે તો સાહેબ હું એકાદું પાનું પુસ્તકનું વાંચી લઉં ! આ તમે બહુ પાછળ પડ્યા છો એટલે, નહીંતર તો એ ય ન થાય ! તમે જુઓ છો ને મારી સ્થિતિ ? તમે મારા ઘરે આવી ગયા છો. કેટલા કામ હોય છે મારે ! કારણ કે ઘરમાં હું એકલો છું. ‘હશે ભાઈ ! ત્યારે આવતા ભવમાં