________________
પ૯૩
છ પદનો પત્ર ગુણસ્થાનકના અંત સુધી સપુરુષના વચનોનો આશ્રય હોય છે. એ આશ્રય છૂટી જાય તો જીવ પાછો ત્યાંથી નીચે આવી જાય છે.
પરમકૃપાળુ દેવે પત્રાંક – ૭૯૯ માં દઢ આશ્રયની વાત બહુ સરસ બતાવી છે. બહુ માર્મિક છે. જ્યારે જીવ આ આશ્રય છોડી દે છે ત્યારે આગળ વધેલો મુમુક્ષુ પણ, જ્ઞાની પણ ચપળ પરિણામને પામી જાય છે.
સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સત્યરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે. સપુરુષો, જ્ઞાનીઓ પણ યથાખ્યાત ચારિત્ર પર્યત સ્વદશામાં, સ્વસ્વરૂપમાં સ્થિર ત્યારે રહી શકે છે કે જ્યારે તેમણે શ્રુતજ્ઞાનનું અવલંબન લીધેલું હોય છે. જેમને શ્રતનું અવલંબન છૂટી ગયું એ જીવો છેક ઉપરની ભૂમિકામાંથી નીચેની ભૂમિકામાં આવી પહેલા ગુણસ્થાનકે આવી જાય છે. આપણો જ વિચાર કરીએ કે આપણે બે-ચાર-છ મહિના સત્સંગ કે ભક્તિ ના કરીએ તો આપણા પરિણામ અને આચરણ કેવાં થઈ જાય છે? પર્યુષણનાં દિવસમાં આપણા પરિણામ કેવા હોય છે? સવારમાં ભક્તિ કરીએ, સ્તુતિ કરીએ, સત્સંગ કરીએ, અપૂર્વ અવસર બોલીએ, આત્મસિદ્ધિ બોલીએ, ક્ષમાપનાનો પાઠ બોલીએ, ઘેર જઈને પાછી સામાયિકો કરીએ તે વખતે ધર્મમય વાતાવરણ હોય છે. તો તે સમયના ભાવોમાં અને તમે સવારે સ્વાધ્યાય સાંભળી પછી ઑફિસે જાવ અને રાત્રે આવો ત્યાં સુધીનાં ભાવ જોઈ લો તો ખ્યાલ આવી જશે.
એક ઘડી આધી ઘડી, આધીમેં પુનિ આધ;
તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. કોઈપણ સસાધનનો આશ્રય જીવ જ્યારે છોડી દે છે ત્યારે તે નીચેની ભૂમિકામાં આવ્યા વગર રહેતો નથી. જ્ઞાનીના પરિણામ પણ જો ચળવિચળ થઈ જતાં હોય, તો સામાન્ય જીવોની તો વાત જ ક્યાં છે? આ જિન પરમાત્માનો બોધ છે. પરમકૃપાળુદેવે અનેક જગ્યાએ તીર્થકરોની અને ભગવાનની સાક્ષી આપીને આપણને આ બોધ આપ્યો છે. કેમકે, પૂર્વે તેમને એમનો યોગ થયેલો છે અને જાતિસ્મરણજ્ઞાન દ્વારા તેનું અનુસંધાન થયું છે કે ભગવાનનો આ પ્રમાણે ઉપદેશ હતો; જે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. ના દેખાતો હોય તો પ્રયોગ કરીને જુઓ કે એક મહિનો કોઈપણ ધર્મસ્થાનકોમાં જવું નહીં, કોઈ ધર્માત્માને મળવું નહીં, ધર્મનું પુસ્તક વાંચવું નહીં અને કોઈ વ્યક્તિનું પદ બોલવું નહીં કે સાંભળવું નહીં, તો ખ્યાલ આવી જશે. આ તો બધા વેન્ટીલેટર છે. આના આધારે તો આપણા શ્વાસ ટક્યા છે. મોક્ષનો મહાન લાભ થાય એવું