________________
૬૭
દુર્લભ એવો મનુષ્યદેહ
અણુમાત્ર પણ નહીં. કોઈ કહે કે સાહેબ, મને છોકરાના છોકરા પ્રત્યે થોડો મોહ છે. એક આને સાચવી લઉં ને સાહેબ, પછી મારે કોઈને સાચવવાના નહીં. અરે બાપા! એ જ તારે સાચવવાનું છે. એકમાં રાગ હશે તો ગાઢ રાગ હશે, ઓછો નહીં હોય. રાગ જ મારી નાખે છે. અને રાગ થવાનું કારણ અજ્ઞાન છે. જ્ઞાનીનો રાગ છે તે અનંત સંસારનું કારણ નથી. એમને ચારિત્રમોહ કૃત રાગ છે ને અજ્ઞાનીને જે રાગ છે એ શ્રદ્ધાકૃત અને ચારિત્રકૂત બને છે. એ રાગ જીવને મારી નાખે છે. કોઈ પણ મારાં નથી. બસ, ઉપરોક્ત ગાથાને વારંવાર ચિંતવનમાં – ધ્યાનમાં લો.
હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગ-દ્વેષનો ક્ષય થાય. આ મારા નથી એ નાસ્તિથી સમજવું અને અસ્તિથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એટલે આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. ત્રિકાળ મારું સ્વરૂપ જ મારું સ્વ છે. એ સિવાય મારું કોઈ સ્વ છે નહીં અને મારો અનાદિકાળથી અનંતકાળ સુધી સ્વમાં જ નિવાસ છે અને સ્વમાં નિવાસ એ જ હું છું. એટલે,
પરથી ખસ અને સ્વમાં વસ. આત્મા સિવાય જ્યાં જ્યાં ઉપયોગમાં એકત્વબુદ્ધિ કરી નાંખી છે ત્યાંથી ખસ અને એ ઉપયોગને સ્વની અંદરમાં લાવી અને સ્વમાં સ્થિર થઈ જા. એ સ્વમાં વસ. આટલો જ મોક્ષમાર્ગ છે. આ નહીં સમજવાના કારણે ૪૫ આગમોની ને દ્વાદશાંગની રચના થઈ છે. આટલું સમજે તો,
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલ કો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભવ બદલાઈદીયે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ યોગીન્દ્ર દેવ આચાર્યએ “શ્રી યોગસાર'માં આ જ વાત મૂકી છે.
જેણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણું. જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.
– શ્રીમદ્ રાજચંદ્રજી .