________________
ક્ષમાપના
૩૯૧
મન સાધ્યું તેણે સઘળુ સાધ્યું, એ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી. હો કુંથુજિન. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું; આનંદઘન” પ્રભુ મારું આણો, તો સારું કરી જાણું. હો કુંથુજિન.
– શ્રી આનંદઘનજી કૃત કુંથુનાથજિન સ્તવન આનંદઘનજી પ્રભુને પ્રાર્થના કરે છે કે મારું મન તો કંઈક સ્થિર કરો. હવે આનંદઘનજી જેવાને અખંડપણે સ્થિર નથી રહેતું, તો આપણું તો ક્યાંથી રહેવાનું? બીજા વિચાર કરતા માથું દુ:ખવા આવે. કેમ કે, વિચારથી દુઃખ્યું છે, અંદરની કોઈ ડિફેક્ટથી દુઃખ્યું નથી. માથાની ડિફેક્ટથી દુઃખે તો મટી જાય, પણ વિચારથી દુઃખતું હોય તો વિચાર છૂટે ત્યારે મટે. આત્માનો વિચાર કરતાં સુખ ઉપજે અને શાંતિ થાય. આ વગર પૈસાનો ધંધો છે, પણ આ કોઈને સૂઝતું નથી. આત્માના વિચાર કરતાં કરતાં એક મિનિટમાં ‘તિહાં કણે જો હઠ કરી હટકું તો વાલા તણી પરે વાંકુ, હો કુંથુજિન મનડું કિમ હીન બાઝે.” આમ એવી ગુલાંટ મારીને નીકળી જાય કે તમને ખબર પણ ન પડે કે સામાયિક પૂરી થઈ ગઈ અને હું વિકલ્પો ને વિકલ્પોમાં જ રહ્યો.
આત્માનો વિચાર કરો, આત્માનું ચિંતન કરો, આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માની વાત કહો તો જ તરીને પાર પમાય એવું છે. સાંભળો તોય આત્માની વાત, કહો તોય આત્માની વાત, લખો તોય આત્માની વાત, જુઓ તોય બધામાં આત્માને જુઓ. જેમ આ બહેનો મેચિંગ કરે છે ને કે કપડાં તો લાલ, બ્લાઉઝ લાલ, ચાંલ્લો લાલ, હોઠ લાલ, ગાલ લાલ, ચંપ્પલ લાલ, મોજ લાલ, લાલમ્ લાલ. બસ, આવી રીતે આત્માકાર ઉપયોગ કરી નાંખો. વિચારમાં ય આત્મા, ચિંતનમાં ય આત્મા, ધ્યાનમાંય આત્મા, નિર્વિકલ્પ સમાધિમાં ય આત્મા. “બેટ્ટો થાય એ બીજું જુએ.' તો શાંતિ થાય. આત્માના આશ્રય વગર કોઈ જીવને સાચી શાંતિ મળવાની નથી. બાકીની બધી શાંતિ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. હકીકતમાં તો એ શાંતિ અશાંતિ જ છે. “ઊંડો ઉતરું છું એટલે બાહ્ય ભાવથી છૂટું છે. જેટલા જેટલા ઊંડા જાવ તેટલા તેટલા વિકલ્પો છૂટતા જાય. તત્ત્વદષ્ટિથી – સૂક્ષ્મ વિચારથી ઊંડા જાવ. તમે ઘણી વખત કોઈ વિચારમાં, ઊંડા ઉતરી બેસી ગયા હોવ તો ખાવાનું પણ ભૂલી જાવ છો. તમે જુઓ ! વ્યાપારીઓ ખાવાનું ય ભૂલી જાય, બધું ભૂલી જાય.
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને !'