________________
ક્ષમાપના
૩૫૧
શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માંગો શીધ્ર જવાય.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૭-૨/૧ તો, આત્માની અપેક્ષાએ હિત-અહિતની ઓળખાણ થવી જોઈએ, શરીરની અપેક્ષાએ નહીં. શરીરની અપેક્ષાએ એરકન્ડિશન હિતકારી છે અને આત્માની અપેક્ષાએ એરકન્ડિશન અહિતકારી છે. આ રીતે દરેક પદાર્થો સમજવાના. દેહ અને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક છે.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.
... જેમ અસિ ને મ્યાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૯, ૫૦ આનું નામ વિવેક ! અજ્ઞાન હોય ત્યાં વિવેક ના હોય. વિવેક ના હોય ત્યાં મૂઢતા હોય. પછી દેવમૂઢતા કહો, ગુરુમૂઢતા કહો, ધર્મમૂઢતા કહો કે આત્મમૂઢતા કહો, આ બધી મૂઢતા છે.
વિવેકશક્તિ એટલે ભેદજ્ઞાન. સ્વ-પરનો ભેદ પાડવો એનું નામ વિવેક. અને ભેદજ્ઞાન તે આત્મજ્ઞાનનું કારણ છે. જો સ્વ-પરનો યથાર્થ ભેદ પડે તો તેને આત્મજ્ઞાન થયા વિના રહે નહીં. અજ્ઞાનદશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો તેને મૂઢ ના કહેવાય.
હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. તે દશાની ખબર નથી, તેનો વિચાર નથી છતાં પોતાને ડાહ્યો માને કે હું સમજું છું તે મૂઢતા. આ કાળમાં મોટાભાગનો બુદ્ધિશાળી જીવ મૂઢતાયુક્ત છે. દિશાની ખબર નથી, આત્માનું કલ્યાણ કેમ થાય તેનો વિચાર નથી, છતાં પોતાને ડાહ્યો માને, લોકો પણ એને ડાહ્યો માને, અને તેની સલાહ લેવા આવે. હું સમજું છું એમ માને તે મૂઢતા છે. મને બધી ખબર છે, આ તો મેં વાંચ્યું છે, આ તો મેં સાંભળ્યું છે એમ અજ્ઞાની સમજે છે. “સમજ્યા તે સમાઈ ગયા.” “સમજનેવાલે સમજ ગયે ના સમજે વો અનાડી હૈ.” સમજ્યાનું ફળ શમાઈ જવું તે છે. તે પછી કોઈ વાદવિવાદમાં પડતા નથી. દુનિયાની બીજી કોઈ ઝંઝટમાં પડતા નથી. બસ ! ભેદજ્ઞાન દ્વારા ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સમાઈ જાય છે.