________________
છ પદનો પત્ર
૫૧૯
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૪ અનાદિકાળનો વિભાવ છે એ જ્ઞાન પ્રગટ થતાં, દૂર થતાં વાર લાગતી નથી. એ વાત અહીં પાંચમાં પદમાં સમજાવે છે કે “મોક્ષપદ છે.” પહેલાં તો આનો સ્વીકાર કરો. ઘણા તો એમ માને છે કે મોક્ષ છે જ નહીં. સ્વર્ગ પણ અહીં છે, નરક પણ અહીં છે અને મોક્ષ પણ અહીં જ છે. મોટો ભાગ તો આવું માનનારો છે. એવા જીવોને શું ખ્યાલ આવે? આત્માનો જ જેને ખ્યાલ નથી. કર્મનો બંધ કેવી રીતે થાય છે એનો પણ ખ્યાલ નથી. કર્મોથી રહિત દશામાં, આત્માની શુદ્ધ અવસ્થાનો આનંદ કેવો હોય! તેની મસ્તી કેવી હોય! એની શાંતિ કેવી હોય! એની સમાધિ કેવી હોય ! અને સ્વરૂપસ્થતા કેવી હોય ! એ એના જ્ઞાનમાં આવી શકતું નથી. વીતરાગતામાં શું સુખ છે એ રાગી જીવોના ખ્યાલમાં આવી શકતું નથી. એને તો બહારના સુખમાં કંઈ સારું લાગે છે. બીજાનું કંઈક જુએ તો એમ લાગે કે આ જ સુખી છે. ચક્રવર્તીને જુએ તો એમ લાગે કે આ વધારે સુખી. એમ બહારમાં કંઈક ભૌતિકતાની અપેક્ષાએ, પાંચ ઈન્દ્રિયોના સુખની સામગ્રી સારી મળી હોય અને જે જીવ એને ભોગવવાની ક્ષમતા સારી રાખતો હોય એને અજ્ઞાની રાગી જુએ તો એમ લાગે કે, મારા કરતાં આ વધારે સુખી છે! જ્યારે જ્ઞાની એને દુઃખી કહે છે. જ્ઞાની જગતના કોઈ બાહ્ય સુખને સુખ કહેતા નથી.
સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તો કશા કામનું? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું.
– શ્રીમદ્ રાજચંદ્રજી વત્યુ સહાવો ધમ્મો' એ ધર્મને ધાર્યા વિના જે કાંઈ સુખ છે એની કિંમત બે બદામની, બે કોડીની પણ જ્ઞાનીઓ કહેતા નથી. માટે અનંત સુખસ્વરૂપ મોક્ષપદ છે એવો અંદરમાં