________________
સાધન બાકી રહ્યું ?
શ્રીમદ્જીએ કેટલા મર્મ બતાવ્યા છે ! ભગવાનની દિવ્યધ્વનિનો સાર સંક્ષેપમાં મૂક્યો છે. જો કે, આસનસ્થિરતા જરૂરી છે, તેના વગર પણ કાર્ય ન થાય; પણ અજ્ઞાનપૂર્વકની આસનસ્થિરતાથી પણ કલ્યાણ ના થાય. ધ્યાનમાં આસનસ્થિરતાની ઘણી અગત્યતા છે. આસન સ્થિર ના હોય તો જામેલું ધ્યાન પણ છૂટી જાય છે. માટે, આસનસ્થિરતાની જરૂર છે. અત્યારે શરીરનું સંહનન હીન છે, એટલે જીવો વિશેષ આસનસ્થિરતા કરી શકતા નથી. એટલે આ ક્ષેત્રમાં, આ કાળમાં કેવળજ્ઞાનનો પણ નિષેધ તેના કારણે છે. હીન સંહનનવાળાને એટલી સ્થિરતા હોતી નથી. કંઈક એવા ઉદય કે નિમિત્ત આવી જાય છે તો ચલાયમાન થઈ જાય છે. ઉપયોગ પણ ચલાયમાન થઈ જાય છે અને આસન પણ ચલાયમાન થઈ જાય છે. અમુક ભૂમિકા સુધી ઠીક છે, આગળની ભૂમિકા માટે બધાય સાધનો જરૂરી છે.
પણ
૧૩૪
અજ્ઞાનસહિતના સાધનો, બંધનનું નિમિત્ત થાય છે અને એકનું એક સાધન જ્ઞાનસહિત હોય તો મુક્તિનું નિમિત્ત થાય છે. તો, સાધન સાચું તે કહેવાય કે જે સાધ્યની પ્રાપ્તિ કરાવે. સાધન નાનું હોય કે મોટું પણ સાધ્યની પ્રાપ્તિ ના થાય તો તે સાધન તમારા માટે કામનું ના થાય. કેમ કે, સાધનનો સદુપયોગ કેમ કરવો એ કળા આપણને ના આવડી. સાધનનો દોષ નથી, સાધકનો દોષ છે. સાધન તો શું કરે ? એ તો જડ છે. સાધન, સાધક અને સાધ્ય એ ત્રણની એકતા થાય તો સાધન કાર્યકારી કહેવાય, નહીં તો કાર્યકારી ના કહેવાય. અજ્ઞાની જીવ ક્યારેક બગલાની જેમ પદ્માસનમાં સ્થિર બેસી જાય કે જોનારને એમ લાગે કે શુક્લધ્યાનમાં છે, પણ હોય રૌદ્ર ધ્યાનમાં. બગલો સ્થિર છે, એ માછલાંને આવકારી રહ્યો છે, એનું ચિંતન માછલાંનું ચાલે છે કે પેલી બાજુ જે માછલાં ૨મે છે તે આ બાજુ આવી જાય, તો મારું કામ થઈ જાય. ભલે માછલું મળે કે ના મળે પણ એનું ધ્યેય, લક્ષ માછલાં મારવાનું છે. એમ કાર્ય બને કે ના બને પણ કાર્યની પાછળના ભાવો અશુદ્ધ હોવાના કારણે જીવ બંધાય છે. જીવ ક્રિયા કરીને જેટલું પાપ નથી બાંધતો એનાથી અનેકગણું પાપ ભાવ કરીને બાંધે છે. એટલે કંટ્રોલ ‘ભાવ’ ઉપર કરવાનો છે. મોક્ષની સમગ્ર બાજી ‘ભાવ’ ઉપર જ ચાલે છે.
ભાવે જિનવર પૂજીએ, ભાવ દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.
બસ, ચારેય પ્રકારના ધ્યાનમાં ભાવ જ મુખ્ય છે. આર્તધ્યાન હોય, રૌદ્રધ્યાન હોય, ધર્મધ્યાન હોય કે શુક્લધ્યાન હોય આ બધા ભાવોના જ નામો છે. માટે કહ્યું છે કે જેના ભાવ બગડ્યા, તેના ભવ બગડ્યા ને જેના ભાવ સુધર્યા તેના ભવ સુધર્યા. માટે, સૌથી પહેલા