________________
શું સાધન બાકી રહ્યું ?
૨૬૧ જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતા પરિણામ વિશુદ્ધ થવા માંડ્યા. આસક્તિના કારણે પરિણામ અશુદ્ધ હતા, આસક્તિ ઘટી એટલે કષાય મોળા પડ્યા, વિષયો મોળા પડ્યા એના કારણે પરિણામોની શુદ્ધિ વધી. પરિણામની શુદ્ધિ થતા કોઈ અપૂર્વ વખતે આત્માનુદર્શન જીવને થઈ જાય છે. બસ, સહજપણે થઈ જાય છે.
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પંથડો.
– શ્રી આનંદઘનજી કૃત અજીતજિન સ્તવન આમ, એકવાર સમ્યગદર્શન થતાં જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ તે વધતાં-વધતાં જીવ તે ભવે કે જન્માંતરમાં પુરુષાર્થ કરી ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટાવશે. તેથી જન્મમરણ ટળી જઈ આત્મા શાશ્વત સુખને પામશે.
વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. સમ્યગુદર્શન બીજ રૂપે છે એ વધતું-વધતું કેવળજ્ઞાનરૂપે પ્રગટ થઈ જાય છે. કોઈને પૂર્વના કર્મઓછા હોય, ને વર્તમાનનો પુરુષાર્થ ઉગ્ર હોય તો એ ભવે પણ થઈ જાય અને કોઈને બે-પાંચ-પંદર ભવમાં પણ થાય, પણ અવશ્ય એના ઘાતી કર્મોનો ને અઘાતી કર્મોનો નાશ થઈ જાય. જેને સમકિત પ્રગટ થયું, એ હવે સંસારમાં વધારેમાં વધારે રહે તો અર્ધપુલ પરાવર્તન કાળ. તેનાથી વધારે કાળ કાઢશે નહીં, હવે નિયમથી મોક્ષે જવાનો. ત્યાં સુધી મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર અને અનંતા દુઃખ પડ્યા છે. આત્મજ્ઞાનીની આજ્ઞા આરાધવી અને સંસારના પદાર્થો અને સુખની આસક્તિ ઘટાડ્યા વગર જ્ઞાનીનો બોધ પરિણામ પામતો નથી અને એના દ્વારા કાર્યની સિદ્ધિ બનતી નથી. માટે આ જરૂરી છે. આજ્ઞા એ અંકુશ છે, ભવપરિભ્રમણમાં જતા જીવને આડી પાળ સમાન છે. જેમ તળાવનું પાણી વહી જતું હોય અને તેની ઉપર પાળ કરી નાંખો તો એ પાણી અટકી જાય છે.
ડેમ બાંધીને પાણીને બાંધી દીધું છે. નહીં તો ચારે બાજુ ઘણા ગામડાને શહેરનું નુક્સાન કરીને સમુદ્રમાં જાય. હવે બાંધ્યા પછી તેમાંથી નહેરો કાઢી તેના દ્વારા પાણી ખેતરોમાં આપી એ પાણી લાખો એકર જમીનમાં જાય છે. જે પાણી વિનાશ કરતું હતું એ જ પાણી વિકાસમાં કારણભૂત થયું. તેમ આપણી શક્તિ જે આત્માના વિનાશ બાજુ ખર્ચાતી હતી અને આપણે