________________
૨૯૧
ક્ષમાપના
પદાર્થ આત્માનો થતો નથી અને છતાંય તમે જુઓ કે ચોવીસ કલાક ઉપયોગ પરના વિકલ્પોમાં નિરંતર ચાલ્યા કરે છે. ‘સમસ્ત જગત પ૨વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે’ એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. આમનો સંબંધ સાચવું, આ આપણા ઘરે આવ્યા હતા એટલે આપણે એક વખત જવું પડે. આમ ને આમ આ મનુષ્યભવ કાઢી નાખે છે.
‘સર્વસંગ મહાસ્રવરૂપ છે' આ તીર્થંકર ભગવાનનું વચન છે. કોઈનો સંબંધ તમે બાંધ્યો એટલે આસ્રવબંધ તમારા ચાલુ. ચાહે સગાંવહાલાંનો બાંધ્યો કે ચાહે કોઈ ધર્મીજીવોનો બાંધ્યો. સાચા દેવ, નિગ્રંથ ગુરુ અને એમનો પ્રરૂપેલા ધર્મ સાથે સંબંધ બાંધવાથી એ વીતરાગની જાતના છે એટલે વીતરાગતાની પ્રેરણા મળશે. બાકીના બધાય રાગી જીવ છે, એની સાથે તમને રાગની પ્રેરણા મળશે. સ્વરૂપમાં સ્થિત થવા છેવટે ભગવાન અને ગુરુનો સંબંધ (વિકલ્પ) પણ છોડવો પડશે. જ્યાં આત્માનું માહાત્મ્ય આવ્યું ત્યાં પછી કોઈનો સંબંધ જોર નહીં મારે, આત્માના આશ્રય સિવાય જગતના કોઈ જીવનું કલ્યાણ થઈ જાય એવું કોઈ જ્ઞાનીઓએ કહ્યું નથી. અને આત્મા સિવાય, ‘સ્વ’ સિવાય બધું ૫૨ છે તો પરના આશ્રયથી કલ્યાણ થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ છે નહીં. પુણ્ય અને પાપ પણ હેય છે, ઉપાદેય નથી. જેમ પાપ હેય છે તેવી રીતે આગળની ભૂમિકામાં જવાથી પુણ્ય પણ હેય બની જાય છે. જ્ઞાનીઓ ભલે પુણ્યની ક્રિયાઓ કરતા હોય, પરંતુ પુણ્યને શ્રદ્ધામાં હેય માને છે. ‘શ્રી સમયસાર’ માં મૂક્યું છે કે પ્રતિક્રમણ પણ વિષકુંભ છે. વ્યવહાર પ્રતિક્રમણ કરવાનું છે અને પછી આગળની ભૂમિકાનું પ્રતિક્રમણ આવે એટલે આને મૂકવાનું છે. વ્યવહાર પ્રતિક્રમણ નિશ્ચય પ્રતિક્રમણની પ્રેરણા માટે ક્રુહ્યું છે. જ્ઞાનીઓએ પ્રતિક્રમણ ન કરવું એમ કહ્યું નથી.
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૧
જ્યારે જીવ નિશ્ચયને એકાંત કરી નાખે છે ત્યારે સાધન ચૂકી જાય છે. ત્યારે અંદ૨માં આકુળતા-વ્યાકુળતા આવે અને પ્રાયે જીવ નિશ્ચયાભાસી થઈ જાય છે. નિશ્ચયાભાસી ચૂકી જાય છે, વ્યવહાર ભાસી પણ ચૂકી જાય છે અને ઉભયાભાસી પણ ચૂકી જાય છે. કોઈ આત્મજ્ઞાની નિગ્રંથગુરુના આશ્રયવાન હોય તે જ બેલેન્સ રાખી શકે છે.