________________
CO
ભક્તિના વીસ દોહરા સાચા સંતોની ઓળખાણ થવી, સદ્ગુરુની ઓળખાણ થવી, વીતરાગદેવની ઓળખાણ થવી એ વ્યવહાર સમકિત છે; જે પહેલા પ્રકારનું સમક્તિ છે. તેમનો આશ્રય કરવો, તેમની ભક્તિ કરવી, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પહેલા પ્રકારનું સમકિત છે. એ પહેલા પ્રકારનું સમકિત બીજા પ્રકારના સમકિતનું કારણ થાય છે - જો જીવ સાચો મુમુક્ષુ થાય તો. અનંતકાળથી આ જીવે છૂટવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, કરે છે અને કરી રહ્યો છે, પરંતુ તે જ્ઞાની પુરુષોની આજ્ઞા દ્વારા થવા જોઈએ તે થયા નથી. જો સાચા જ્ઞાનીની આજ્ઞાએ જીવ ચાલે તો તે જીવ અવશ્ય મુક્તિનો અધિકારી બની શકે. જીવે અનાદિકાળથી છૂટવાના ઘણાં પ્રયત્નો કર્યા છે: આ ભવમાં પણ કર્યા છે અને આગલા ભવોમાં પણ કર્યા છે, પણ એ બધા પોતાની કલ્પના અનુસાર અથવા અજ્ઞાનીની આજ્ઞા અનુસાર થયા, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ના થયા. જ્ઞાનીનો જોગ કદાચ થયો હોય તો પણ સંસારથી જે વૈરાગ્ય આવવો જોઈએ તે આવ્યો નહીં. જે પુરુષાર્થ કરવો જોઈએ તે કર્યો નહીં. એટલે તે જોગ પણ નિષ્ફળ ગયો. જેમ વરસાદ પડ્યો હોય, પણ ખેડૂત વાવેતર ના કરે તો એને વરસાદ પડ્યો એ કોઈ કામનો નથી, નિષ્ફળ છે. એમ જ્ઞાનીઓનો બોધ મળ્યો હોય, યોગ મળ્યો હોય પણ જો એને અનુરૂપ જીવે પુરુષાર્થ ના કર્યો હોય તો એ જોગ પણ નિષ્ફળ જાય છે. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઈને કહ્યું હતું કે પૂર્વે મળેલો જ્ઞાનીનો યોગ જેમ નિષ્ફળ ગયો તેમ વર્તમાનમાં પણ તમે પ્રમાદ કરશો તો આ યોગ પણ નિષ્ફળ જશે. જ્ઞાનીઓનો યોગ તો અનંતકાળમાં ઘણી વાર થયો, પણ સંસાર પ્રત્યે જે વૈરાગ્ય આવવો જોઈએ એ વૈરાગ્યની દઢતા બહુ જ ઓછા જીવોની આ કાળમાં જોવામાં આવે છે. વૈરાગ્ય વગરની બધી સાધના નિષ્ફળ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે, વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - પર ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭ મલિન વસ્ત્રોને લાગેલો મેલ જેમ સાબુ અને પાણી દૂર કરે છે, તેમ આત્મા ઉપરનો મેલ આત્મજ્ઞાન સહિત વૈરાગ્યથી દૂર થઈ જાય છે. સંસાર અને ભોગો પ્રત્યે જીવને અંદરમાં વૈરાગ્ય થવો જોઈએ. સંસારના સુખો પ્રત્યે તેને વૈરાગ્ય થવો જોઈએ. જગતના કોઈ પદાર્થ પ્રત્યે તેને રાગ કે આકર્ષણ અંદરમાંથી ના થવું જોઈએ. એવું જ્ઞાન હાજર રહેવું જોઈએ. કેમ કે, કોઈપણ