________________
શું સાધન બાકી રહ્યું?
(ગાથા - ૫)
કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;
પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. સદ્ગુરુ ભગવાન કહે છે કે મને તમારી કરુણા આવે છે કે તમે આટલા બધા પ્રયત્નો કરવા છતાં સ્વચ્છંદના કારણે વસ્તુને પ્રાપ્ત કરી શક્યા નથી અને હજી અનંતકાળ સુધી ગુરુગમ વગર કરવા જશો તો કાર્યનહીં થાય. આ કાર્ય ગુરુગમપૂર્વક થાય છે. વ્યવહારથી આત્મજ્ઞાની નિગ્રંથ મુનિ ગુરુ છે, નિશ્ચયથી પોતાનો આત્મા ગુરુ છે. બાહ્ય ગુરુ નિમિત્ત છે, એમની આજ્ઞા નિમિત્ત છે, એમનો બોધ નિમિત્ત છે. ઉપાદાનની યોગ્યતાથી જ્યારે ગુરુની આજ્ઞાને અનુરૂપ અંતર્મુખતાની સાધના કરે છે ત્યારે તેને કાર્યની સિદ્ધિ થાય છે. નિશ્ચયથી ગુરુ તો આત્મા જ છે. કેમકે, આત્માના અવલંબને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ છે તે પોતાની હદને ઓળંગીને આગળ જઈ શકતા નથી. ભગવાન પણ પોતાની હદને ઓળંગીને આગળ જઈ શકે નહીં. પરમાં કોઈ કાર્ય ભગવાન પણ કરી શકે નહીં, ગુરુ પણ કરી શકે નહીં કે બીજું કોઈ પણ દ્રવ્ય કરી શકે નહીં. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી એ નિમિત્ત થાય છે. વ્યવહારનયની સાપેક્ષતાથી નિશ્ચયનો બોધ જ્યાં સુધી આપવો હોય ત્યાં સુધી આપે છે. પછી કહે છે કે, .
કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૭, ૧૧૮ તો, નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા જ છે, પણ એનું સાચું ભાન વ્યવહાર ગુરુ દ્વારા આવે છે. વ્યવહાર ગુરુ પણ ઉપકારી છે અને તેમની આજ્ઞા અનુસાર ચાલવું જરૂરી છે. જો પોતાના પુરુષાર્થ માત્રથી જીવનું કાર્ય થઈ જાય તો અનાદિકાળમાં અનંતવાર જીવ સાધુ થયો, શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું, બીજા પણ ધર્મના સાધનો કર્યા, છતાંય કેમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ના થઈ? શાસ્ત્રમાં ભલે ગમે તેટલી વાત લખી છે પણ આત્મા સ્વસંવેદનગમ્ય છે, શાસ્ત્રગમ્ય નથી. જયારે ઉપયોગમાં માત્ર આત્મા જ પકડાયેલો રહે અને બધા વિકલ્પો છૂટી જાય ત્યારે સ્વસંવેદન આવે છે. ગુરુની આજ્ઞા - બોધ અનુસાર જીવ આત્માનું ચિંતન કરે છે ત્યારે,