________________
૬૧૦
છ પદનો પત્ર
દશાનું ફળદશાવાળાને મળે છે. નિષ્કામ ભક્તિમાં જે દશા છે તે દશા સકામ ભક્તિવાળાને આવી શકતી નથી. કોઈ માંગણી નહી. આ તો હાથ જોડી જોડીને માંગે છે. રડતાં રડતાં અંબાજીની - જાત્રા કરે. રડતાં રડતાં જાય, પણ પાછો થાકે એટલે બેઠો બેઠો બીડી પી લે!
નિષ્કામ ભક્તિ એટલે કોઈ માંગણી નહી. મોક્ષની પણ માંગણી નહી. સંસારના સુખો અને પદાર્થોની માંગણી તો નહીં, પણ મોક્ષની પણ માંગણી નહીં. સંપૂર્ણ ઇચ્છાઓનો નિરોધ એ મોટું તપ છે અને તે કેવળજ્ઞાન પ્રગટ થવાનું કારણ છે.
તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!