________________
૩૮૪
ક્ષમાપના
જગત ઈષ્ટ નહિ આત્મથી.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૧/૧૦- “અંતિમ સંદેશ આત્મા જેવો કોઈ દેવ નથી. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૫૪-૧ - “અંતિમ સંદેશ' સામાયિકમાં બેસો ત્યારે એવી ખુમારી લાવો કે હું ત્રણ લોકનો નાથ છું. હે ભગવાન્ ! મારે હવે કશું જોઈતું નથી. હું પરિપૂર્ણ છું. છ દ્રવ્યો સત્ છે અને છયે દ્રવ્ય પરિપૂર્ણ છે. અપૂર્ણ હોય તો બીજું દ્રવ્ય લાવીને પૂર્ણતા કરવી પડે, પણ છયે દ્રવ્યો પૂર્ણ છે. તો બહારનું કોઈ દ્રવ્ય તારી અંદરમાં પ્રવેશ કરી શકે નહીં અને એ તારું થઈ શકે નહીં. અનાદિકાળથી તારું થાય એના માટે તું ઘણું મચ્યો છે. તેનું કારણ અજ્ઞાન છે. હવે એ અજ્ઞાન મૂક અને તું પરિપૂર્ણ છે એનું ભાન લાવ. બહારમાં જે બન્યું તે બન્યું, જે થયું તે થયું, ને ના થયું તે ના થયું. જેમ બન્યું તેમ બન્યું. તારા આત્માને કોઈ લાભ કે નુક્સાન બહારના બનાવોથી છે જ નહીં. બધાનો ઉલાળિયો કરતા શીખી જાવ. કોઈનું માહાસ્ય નહીં. ફક્ત વ્યવહારથી ભગવાનનું ને ગુરુનું માહાત્મા અને નિશ્ચયથી પોતાના આત્માનું માહાસ્ય.
વ્યવહારસે દેવ જિન, નિચેસે આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ -૧-૧૪ કેટલાં શાસ્ત્રો ભણીશ? જેમ જેમ ભણતો જઈશ તેમ તેમ નવા નવા કબાટો આવતાં જ જશે. અને બીજા નવા નવા શાસ્ત્રોની અંદરમાં તૃષ્ણા લાગ્યા કરશે. જેમ સંસારમાં પૈસાની તૃષ્ણા હતી તેમ અહીં શાસ્ત્રોની તૃષ્ણા થશે. માટે આત્માના કલ્યાણ માટે એક શાસ્ત્ર ઘણું થઈ જાય, અથવા એક શ્લોક પણ ઘણો થઈ જાય. કેમ કે, જ્ઞાનીના એક એક વાક્યમાં અનંત આગમનો સાર છે. ગુરુની એક આજ્ઞા જો સમ્યફ પ્રકારે આરાધે તો યાવત્ તેને કેવળજ્ઞાન થયા