________________
ભક્તિના વીસ દોહરા
૧૧૩
આવી ગયું છે. એ ગાઢ કર્મોને પહેલા ઘટાડવાના છે. ધીમે ધીમે, પણ સમજીને. સમય થોડો છે અને અનાદિકાળમાં કામ નથી કર્યું એ કામ કરવાનું છે. ખૂબ જાગૃતિપૂર્વક, ખૂબ એકાગ્રતાપૂર્વક, સમજણપૂર્વક, વિવેકથી, યથાર્થ શ્રદ્ધા રાખી અને ગમે તેટલું દુષ્કર હોય, કઠણ હોય છતાં પણ એ કર્યા વગ૨ છૂટકો થવાનો નથી. ગાઢ કર્મના લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. જુઓ ! જીવ નિગોદમાં જતો રહે છે ત્યારે કેટલી શક્તિઓ અવરાઈ જાય છે ! ત્યાં જ્ઞાનના અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો છે. એટલું બધું આવરણ આવી ગયું છે. અત્યારે પણ જુઓ ! કેવળજ્ઞાનની શક્તિ કેટલી અવરાઈ ગઈ છે ! શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન કેટલું અલ્પ છે ! એ આવરણ પણ ખ્યાલમાં આવે છે. હવે એ આવરણને ખુલ્લું કરવાનું છે. બાંધ્યું છે પણ આપણે અને છોડવાનું છે પણ આપણે. વિભાવ કરીને બાંધ્યું છે અને આત્માની ભાવના દ્વારા એને છોડવાનું છે. મારે દોષે મને બંધન છે. મેં જે કર્મો બાંધ્યા છે કે જે બાંધું છું એ મારી ભૂલના કારણે બાંધું છું, બીજા કોઈના કારણે હું બાંધતો નથી.
મારો દોષ એટલો કે મેં અન્યને પોતાનું માન્યું અને પોતાને ભૂલી ગયો. વાંક બીજાનો કાઢીએ છીએ કે આ હતા માટે હું બંધાણો, આ ના હોત તો હું ના બંધાત – એ બધું અજ્ઞાન છે. કોઈના કારણે આપણે બંધાણા નથી. આપણે આપણી ભૂલના કારણે બંધાણા છીએ. બીજા કોઈનો વાંક ક્યારેય કાઢવો નહીં. એ આપણી નબળાઈ છે, એટલે બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી નાંખીએ છીએ અને કહીએ છીએ કે હું તો આટલો ધર્મ કરવા માગતો હતો, પણ આના કારણે હું ના કરી શક્યો. જ્યાં સુધી ૫૨ને પોતાનું માને ત્યાં સુધી આ બધા દોષો ચાલુ જ રહેવાના. માન્યતામાંથી - શ્રદ્ધામાંથી ઊંડાણમાંથી કાઢો. કોઈ પદાર્થ મારો છે અથવા બીજા પદાર્થમાં ‘હું’ પણાની માન્યતા છે એ ઊંઘમાં પણ ના થવી જોઈએ. તે સર્વકર્મબંધનનો કર્તા હું જ અનંતકાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. આ સર્વ કર્મબંધનનો કર્તા હું છું. બીજાના કા૨ણે કર્મ બાંધ્યા છે કે ભગવાને કર્મ ચોંટાડ્યા છે કે ભગવાન કર્મ લઈ લે છે એ બધી માન્યતાઓ ખોટી છે.
હું જ અનંતકાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. અનંતકાળમાં અનંત પ્રકારના દોષો, અનંત પ્રકારના વિભાવો અજ્ઞાનતાના કારણે મેં કર્યા છે. હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. દેખાતા નથી, પણ અનંત દોષો છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંતગુણો છે તે અનંતદોષમય વર્તી રહ્યા છે. મિથ્યાત્વ હોવાના કારણે જે આત્માના અનંતગુણો છે તેનું વિપરીત વર્તન થવાના કારણે એ ગુણો દોષો રૂપે પ્રવર્તી રહ્યા છે. એટલે અનંતગુણોની જગ્યાએ અનંતદોષોનું ઘર