________________
પ૨૨
છ પદનો પત્ર તીવ્ર કષાય એટલે અનંતાનુબંધી સહિતના કષાય, પછી વિષયના નિમિત્તે હોય કે બાહ્ય અચેતન પદાર્થના નિમિત્તે હોય. જ્યાં સુધી અનંતાનુબંધી છે ત્યાં સુધી કષાયમાં એવું તીવ્રપણું રહેવાનું. તો તીવ્ર કષાયના કારણે જીવ ૭૦ ક્રોડાક્રોડીનો બંધ પાડી દે છે. આટલો મોટો બંધ જીવ અંતર્મુહૂર્તમાં પાડી દે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દાખલો તો તમે જુઓ ! તીવ્ર કષાયમાં આવી ગયા છે થોડા સમય માટે, એમાં સાતમી નરકમાં જાય એવા કર્મ બાંધ્યા છે ! ઉપયોગ દ્વારા તમે નરકમાં પહોંચો છો. અસંખ્ય નારકી જીવોને તમે જુઓ ! તો એ જીવો નરકમાં કેમ ગયા હશે એનું કારણ શોધો. એવા કેવા ભાવ તેમણે કર્યા હશે તો એ નરકમાં ગયા? તીવ્ર વિષય અને કષાય. શેના નિમિત્તે? પરપદાર્થોના નિમિત્તે. જે વસ્તુનો સંબંધ એક થોડા સમય પૂરતો જ છે, પછી પાછો એનો વિયોગ છે એવા નાશવંત પદાર્થો પાછળ શાશ્વત એવો આત્મા અસંખ્યાત વર્ષ સુધી દુઃખ ભોગવે એવા કર્મ જીવ અજ્ઞાનતામાં તીવ્ર કષાય કરીને બાંધી દે છે.
વસ્તુ તો વસ્તુની જગ્યાએ રહી જાય છે, બહારમાં તો જેમ થવાનું હોય એમ થયા કરે છે, પણ એ વસ્તુના નિમિત્તથી, જીવોના નિમિત્તથી, એ બધા સંજોગના નિમિત્તથી જીવ અજ્ઞાનતામાં, કષાયના આવેગમાં આવીને કષાયરૂપે પરિણમી જાય છે ત્યારે તો એને ખ્યાલ નથી રહેતો કે આનું ફળ મારે લાંબા સમય સુધી નરક-નિગોદ ગતિમાં ભોગવવું પડશે. પરિભ્રમણના અનંતદુઃખોનું મૂળ શું છે? તીવ્ર કષાય.
દરેક વસ્તુ અભ્યાસ દ્વારા સાધ્ય થઈ શકે છે. કોઈપણ વ્યસન, અપલક્ષણ, કષાય કે વિષયની પ્રવૃત્તિ છે એ અજ્ઞાનતામાં અને નિમિત્ત તથા સંયોગોને આધીન થવાથી થઈ છે. હવે જ્ઞાન થવાથી, સમજણ થવાથી તે તે પ્રકારના નિમિત્તથી, સંયોગથી દૂર રહેવાથી, સમજવાથી જીવ એને ઘટાડી શકે છે. એનો અપરિચય કરી શકે છે. કોઈ માણસ સાથે આપણને ઘણી વખત નથી બનતું અને એકબીજાનો મનમેળ તૂટી જાય છે. પહેલાં તો ઘનિષ્ટઠ મિત્રતા હોય પછી મનમેળ તૂટી ગયો. હવે એ વ્યક્તિ સામેથી આવી અને તમે બરાબર સામે એ જ રોડ ઉપર આવો છો, તો તમે કેવી રીતે પસાર થઈ જશો? જાણે એને ઓળખતા જ નથી. જોતા જ નથી. અપરિચય ! બસ, એવી રીતે જ્ઞાનીઓ કહે છે કે આ કષાય સાથે પસાર થઈ જાઓ. એના સામું જોવા ગયા તો ગયા. ઘરવાળાના નિમિત્તથી, દેહના નિમિત્તથી, કુટુંબના નિમિત્તથી, સંસ્થાના નિમિત્તથી, ગામના નિમિત્તથી, ઘરના નિમિત્તથી કે બહારના ગમે તેવા નિમિત્તથી પણ જો કષાયને આધીન થઈ ગયા તો એ કર્મના ફળનું ભોક્તાપણું નિરૂપણ કર્યું છે, એ પાછું ભોગવવું