________________
૩૭૬
ક્ષમાપના
- “ઈણ અવસર મત ચૂક.’ આત્માનું કલ્યાણ કરવાનો આ અવસર આવ્યો છે તો, અત્યારે જગતના તમામ કાર્યોને ગૌણ કરી નાખ, આ અવસર ચૂકવા જેવો નથી. બીજી તું ગમે તેટલી સાધના કરતો હોય, પણ સત્સંગથી જે તને લાભ થશે, તે કોઈ બહારની સાધનાથી નહીં થાય. ભલે તું ભગવાનની સેવા કરે, પૂજા કરે, તારી જાતે સ્વાધ્યાય કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, તારે જે કરવું હોય તે કર, પણ એ તારી કલ્પના અનુસાર અને તારી યોગ્યતા અનુસાર થશે. એમાં જો તત્ત્વ ભળશે તો તારું કામ થશે. એટલે સત્સંગ જેવું આત્મહિત માટે બીજું કોઈ બળવાન નિમિત્ત સાધન નથી. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં.
–શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૨૪ રે! આત્મ તારો! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.
-શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ શીઘ એને ઓળખો. કેમ કે, “જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. કુટુંબ છે એનું પાલનપોષણ કરવું એ પણ જંજાળ છે, દેહ છે એનું પાલનપોષણ કરવામાં સમય વેડફવો એ પણ જંજાળ છે, ધંધામાં ફસાયેલો છું એ પણ જંજાળ છે, જગતના વ્યવહારકાર્યમાં ફસાયેલો છું એ પણ જંજાળ છે, પરોપકારના નામે તું વ્યવહારધર્મમાં ફસાયેલો છું એ પણ જંજાળ છે. અઘરું છે પ્રભુ!
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો.
–શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ આવતા ભવનો ભરોસો ન રાખશો, આ જ ભવમાં હિત કરી લો ! આવતા ભવમાં તો અહીંથી ક્યાં જશો એનો પત્તો ય નહીં ખાય, જો હિત નહીં કરો તો. તમારા જે સગાંવહાલાં કે મિત્રો ગુજરી ગયા હોય, એમાંના કોઈ એકાદનો પણ પત્તો તમારી પાસે છે? તમારો પણ કોઈ પત્તો નહીં લાગે. એમણે બાંધેલા કર્મો અત્યારે ભોગવતા હશે કે નહીં ભોગવતા હોય? કે બીજા કોઈ ભાગ પડાવે? ભોગવે છે એકલો, કર્મ બાંધે છે પણ એકલો, એના ફળ ભોગવે છે પણ ' એકલો, ચારગતિમાં રખડે પણ એકલો, આત્મજ્ઞાન પામે પણ એકલો અને મોક્ષે જાય પણ