________________
૨૩૮
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ.
ચિંતામણિ રત્ન પાસે તો ભૌતિક પદાર્થો કે ભૌતિક સુખ મળે, મોક્ષ ના મળે અને અનુભવ તો અચિંત્ય ચિંતામણિ છે. ચિંતવ્યા વગર પણ મોક્ષની પ્રાપ્તિ અનુભૂતિવાળાને થાય છે. અનુભવ અતીન્દ્રિય આનંદના રસનો કૂવો છે, એમાંથી ગમે તેટલો આનંદ કાઢો તો પણ ખૂટશે નહીં. મોક્ષનો માર્ગ પણ અનુભવ છે, અનુભૂતિ છે અને એ જ મોક્ષ છે.
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
—
ગુજરાતી પદ્યાનુવાદ,
શું સાધન બાકી રહ્યું ?
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૩
અખંડપણે આત્માની અનુભૂતિ ચાલે તેનું નામ કેવળજ્ઞાન છે. આત્માનો અનુભવ એટલે સ્વસંવેદનની અંદ૨માં આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ. હવે તેને દુનિયાના તમામ કાર્યો, પદાર્થો અને રસ ફિક્કા લાગે. હવે, બધાયનું માહાત્મ્ય ઉપયોગમાંથી નીકળી ગયું. કોઈપણ કાર્યનું માહાત્મ્ય જ્ઞાનીઓને અંતરમાં નથી રહ્યું. ઉદયવશાત્ ભલે તેમને સંસારના અમુક કાર્યો કરવા પડે. આ તો પંચમ આરાના જ્ઞાનીઓ થયા છે. ચોથા આરાના હોત તો ઠીક છે. એ વખતના જીવો સરળ હતા, ધર્મના નિમિત્ત ઘણા હતા. આ કાળના જીવો વક્ર અને નિમિત્ત ઓછા અને તેમાં આ કામ કરવું એ તો મહા અઘરું કામ છે. ત્રીજા આરામાં તો તેના કરતાંય સરળ જીવો હતા પણ નિમિત્ત નહોતા, તો કામ થતું નહીં. ચોથો આરો બેઠો અને મોક્ષનો માર્ગ શરૂ થયો અને ચોથો આરો પૂરો થતાં સંપૂર્ણ મોક્ષમાર્ગ બંધ થઈ ગયો.
આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે,
भिन्न आत्मानं परोभवति ताद्वश्य । बरति दिपं यथोपास्य भिन्न भवति ताद्वश्य ||
ભિન્ન પરાત્મા સેવીને, તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને, બત્તી દીપક થાય.
– શ્રી સમાધિશતક – ગાથા – ૯૭