________________
ભક્તિના વીસ દોહરા
૪૧ તો તે કહે મારે મારી મા જોઈએ, બસ મારી માને લાવો, મારી માને ભેગી કરી આપો, “પણ તું બિસ્કીટ તો ખા.” “નહીં મારી મા.” “તને રમકડા અપાવું.” “નહીં મારી મા.” તમે જે પ્રશ્ન કરશો, જે વાત કરશો તે બધામાં તેનો એક જ જવાબ હશે, “મારી મા.” જુઓ ! એને મા સિવાય કશું જોઈતું નથી, ભગવાન આપો તોય નહીં ને જગતનો કિંમતીમાં કિંમતી પદાર્થ આપો તો પણ નહીં. એવી રીતે અહીં મુમુક્ષુ છે તેને પરમાત્મા અને પોતાના આત્મા સિવાય બીજું કંઈ જોઈતું નથી. આવી તીવ્ર ઝંખના, તાલાવેલી આત્માને પ્રાપ્ત કરવાની લાગે તો સમકિતની પ્રાપ્તિ થાય.
ઊંઘમાં પણ એને આત્મા સાંભરે, સપનામાં પણ આત્માદેખાય. સંસારી જીવોને સંસારની વ્યક્તિ કે વસ્તુના સ્વપ્ન આવે છે. જુઓ ! જેને જેની ઝંખના છે એને સપના એના આવે છે, એનું ચિંતવન મનને થાય છે, એનું વિસ્મરણ થતું નથી.
સાધુ થયા તો પણ આવી આસક્તિ આપણને એકેય ભવમાં આવી નથી. શાસ્ત્રોમાં આસક્તિ આવી, બાહ્ય સાધનોમાં પણ થોડી આસક્તિ આવી, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર આસક્તિ, ઝંખના, જે આવવી જોઈએ તે ના આવી. એ વગર કામ થાય એવું પણ નથી. જેને જેની રૂચિ હોય તે જ્યાં જાય ત્યાં એ જ વાત કરે. ક્રિકેટની રુચિવાળો કોઈ હોય તો એ જ્યાં હશે ત્યાં ક્રિકેટની જ વાતો કરશે. ટ્રેનમાં એ બેઠો હોય અને બાજુમાં બેઠેલો એને ઓળખતો પણ ન હોય તો પણ કહે કે આ વખતે તેંદુલકરે નિવૃત્તિ લઈ લીધી. અરે ! ક્રિકેટરોની વાતમાં જ રસ, મેચોમાં જ રસ. તેમ ફિલ્મક્ષેત્રવાળાને એક્ટરો અને એટ્રેસનું જ માહાભ્ય, એની જ વાત, સપના પણ એના અને એમનું આખું જીવનચરિત્ર વાંચી જશે. કઈ કઈ ફિલ્મમાં ક્યા કયા એક્ટર અને એક્સેસ હતા એ બધુંય એને મોઢે હશે – આ આસક્તિ છે. એવી રીતે જેને પરમાત્માને મળવાની ને આત્માને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના છે તેને એમાં આસક્તિ હોય છે. તેથી વારંવાર તેની જ વાતો કરશે, તેની જ વાતો સાંભળશે, તેની જ વાતોનું ચિંતવન કરશે, મનન કરશે, તેની જ ભાવના અને તેનું જ ધ્યાન કરશે.
અચળ રૂપનો એક અર્થ એમ પણ થાય કે આત્માનું સ્વરૂપ ચલાયમાન ન થાય તેવું છે. ત્રણેય કાળ એકસરખું રહે એવું અચલરૂપ છે, નિગોદમાં જાય તો પણ તેનું સ્વરૂપ તો અચળ જ છે. સિદ્ધલોકમાં જાય તો પણ એનું સ્વરૂપ અચળ જ છે. આવી ત્રિકાળી, ધ્રુવ, જ્ઞાયક સત્તા - સ્વરૂપ સત્તા - શુદ્ધ ચૈતન્ય સત્તા અને પ્રાપ્ત કરવાની આસક્તિ, ઝંખના હજી જાગી નથી, ધર્મ કરવાની ઝંખના બહારમાં થોડીક જાગી છે તે ઠીક છે. થોડી ભક્તિ કરી, થોડી માળાઓ ફેરવી,