________________
૪૦
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૭ )
અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ;
કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે સતત ઇચ્છાઓ થવી જોઈએ, ભાવનાઓ થવી જોઈએ, રટણ લાગવું જોઈએ એવી આસક્તિ આત્માને પ્રાપ્ત કરવાની નથી. જગતના પદાર્થોમાં જેવી આસક્તિ છે, ક્ષણિક સુખ અને ક્ષણિક પદાર્થોમાં જેવી આસક્તિ છે એવી આસક્તિ જો પરમાત્માને પ્રાપ્ત કરવાની થાય તો જીવનું કામ થઈ જાય. એ માટે સતત ઝંખના જોઈએ. “સાહેબ ! તમે સંભળાવો તો સાંભળીએ, એ પણ અમને સમય હોય તો!” તો એ આસક્તિ નથી. તન, મન, ધન, સમય બધાયનો જે કંઈ ભોગ આપવો પડે એ આપીને પણ આત્માને પ્રાપ્ત કરવાની અંદરમાં તીવ્ર તાલાવેલી જોઈએ. તેવી અચળરૂપ આસક્તિ પ્રભુ પ્રત્યે મને જાગી નથી. જોકે, સંસારના સુખોમાં એવી આસક્તિ છે. કહ્યું છે,
જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય;
ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ વીસ દોહરામાં જ આગળ આવે છે કે,
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, લય લાગવી જોઈએ, ધૂન લાગવી જોઈએ. પરમાત્મા અને પોતાના આત્મા પ્રત્યે જે આસક્તિ હોય એવી ક્યાંય ન હોય, એનું નામ સાચો મુમુક્ષુ કહેવાય. “સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈને એક માત્ર મોક્ષને વિષે યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ.” જુઓ ! સર્વ પ્રકારની મોહાસક્તિથી જીવ મુંઝાયો નથી. જીવે બંનેમાં આસક્તિ રાખી છે – મોક્ષમાર્ગમાં અને સંસારના પદાર્થોમાં. જ્યારે પરમકૃપાળુદેવ તો કહે છે કે ક્ષણે-ક્ષણે, કાર્યોકાર્યો, પ્રસંગે-પ્રસંગે, અનન્ય પ્રેમે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. આ તીવ્ર મુમુક્ષુતાની નિશાની છે. ક્ષણે-ક્ષણે, કાર્યો-કાર્ય, પ્રસંગે-પ્રસંગે આત્માને પ્રાપ્ત કરવાની તાલાવેલી, આત્માના સ્વરૂપમાં રમણતા કરવાની તાલાવેલી લાગવી જોઈએ. આના સિવાય કોઈ પદાર્થની આસક્તિ નહીં, એ આવે તો પણ ઠીક છે અને જાય તો પણ ઠીક છે. આવું કરે ત્યારે માર્ગની પ્રાપ્તિ થાય છે. જેમ મેળામાં કે ભીડમાં બાળક તેની માથી વિખૂટું પડી ગયું હોય