________________
૩૭
ભક્તિના વીસ દોહરા. હોય તો એમના બોધનું પરિણમન ના થાય. તો, આવું સત્પરુષનું માહાભ્ય આવવું જોઈએ તે આવ્યું નથી.
અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; ભગવાનના સ્વરૂપનું માહાભ્ય, પોતાના સ્વરૂપનું માહાભ્ય, સદ્ગુરુના સ્વરૂપનું અને બોધનું માહાત્મ અચિંત્ય છે. અચિંત્ય એટલે ચિંતવનમાં આવી શકે તેમ નથી. સત્પરુષનું, એમની દશાનું, એમના બોધનું, એમના ચારિત્રનું, એમના સમગ્ર વ્યક્તિત્વનું માહાત્મ તથા તેમના પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, આનંદ આવવો જોઈએ. જેમ સંસારમાં સારા સમાચાર મળે તો આપણામાં પ્રફુલ્લિતતા આવી જાય, તેવી રીતે પુરુષના બોધથી પ્રફુલ્લિતતા આવવી જોઈએ. એવું સપુરુષનું માહાસ્ય મને હજી લાગ્યું નથી. તેથી પરમ પ્રેમનો એક અંશ પણ મારામાં નથી.
અંશન એકે સ્નેહનો, ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યે જે નિષ્કામ પ્રેમ અને સ્નેહ આવવો જોઈએ એનો એક અંશ પણ હજી મને આવ્યો નથી. લગ્નના ગીત ગાય ત્યારે કેવો ઉલ્લાસ આવે! એકનો એક દીકરો હોય, એના લગ્ન થાય, અને ગાણા ગવાતા હોય ત્યારે એ વરરાજાની માને ગાવાનો કેટલો ઉત્સાહ હોય! ગળું બેસી જાય, કોઈ કહે કે માસી! રહેવા દો, તો એ કહે કે તને ખબર ના પડે. મારે તો આ પહેલો ને છેલ્લો પ્રસંગ છે. આજનો લ્હાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?
આવી પ્રફુલ્લિતા, આવો ઉત્સાહ પરમાર્થ ભક્તિમાં, પરમાર્થમાર્ગમાં, સાચા દેવગુરુ-ધર્મમાં આવવો જોઈએ.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ જૈસી પ્રીતિ હરામ કી, ઐસી હર પર હોય; ચલ્યો જાયે વૈકુંઠ મેં, પલ્લો ન પકડે કોઈ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ. ઋષભ.