________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સુખને મેળવવું હોય તે, પાપસ્થાનકેને નિવારે અને સંયમને ઉમંગભર આદર કરે.
પાપના સાધનેને પાપ તરીકે માનનાર, જે રીતિયે જીવન વ્યતીત કરે છે તે પ્રમાણે પાપના સાધનને પાપ તરીકે નહીં માનવાર સ્વજીવન વ્યતીત કરવા સમર્થ બનતું નથી, તેઓના હૃદયમાં ભયના ભણકારા આવ્યા કરે છે.
પાપના સાધને પાપ તરીકે માનનાર–એટલે દુઃખનું કારણ સમજતે હોવાથી પાપ કરતાં તેનું હૃદય કરે છે તેથી પાછા હઠત રહે છે, અને પાપથી પાછા હઠવાથી ભયના ભણકારા તેઓને આવતા નથી.
૮૫, દુઓનું મૂલ, જે કઈ હોય તે રાગ-દ્વેષ, મેહ-મમતા-અહંકાર વિગેરેથી ઉત્પન્ન થએલ પાપસ્થાનકે છે. આ ભૂલને ઉખેડી નાંખવામાં આવે તે દુઃખનું નામનિશાન પણ રહે નહી અને સુખને રીતસર આવિર્ભાવ થાય.
૮૬. જેટલી આત્મજાગૃતિ–આત્મિકગુણેમાં ઉપગ, તેટલી કર્મજન્ય વેદના ઓછી. ઉપગપૂર્વક જેટલું કાર્ય થાય, તેટલું ધર્મનું ફળ મળે છે, ઉપગમાં ધર્મ સમાએલ છે. દિયાએથી કર્મ બંધ થાય અને જે પરિણામ તેવો રસ બંધાય.
આપણી ઈરછાઓ આપણને આંધળા બનાવે છે, આત્મજાગૃતિ થવા દેતી નથી અને આત્મિકજાગૃતિ સિવાય ઈચ્છાઓ અને આશાઓ પૂર્ણ થતાં નથી માટે સન્ન આત્મજાગૃતિમાં રહેવા પ્રમાદને ત્યાગ કર જોઇયે.
For Private And Personal Use Only