________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
રહે છે. લેશમાત્ર દુઃખના વેદનમાં અકળાતા નથી; અનુક્રમે ક્ષમાની પરીક્ષા કરવા હાથ પગને કપાવ્યા પછી બાકી રહેલ અંગોને કપાવ્યા પણ મુનિ વ્યાકુલ નહી બનેલ હેવાથી નૃપને મનમાં લાજ આવવાપૂર્વક પસ્તા થશે અને વિચાર કરવા લાગે કે આ સાચા સાધુ છે, મેં ખોટું કામ કર્યું.
૭૩૬. ન્યાય-પ્રમાણિકતાપૂર્વક પૈસાઓને પ્રાપ્ત કરીને પરિગ્રહ વધાર્યો હેય પણ તે પરિગ્રહ પાપનું કારણ બને છે, પરિગ્રહ વધાર્યા પછી મમતાના ગે તેનું રક્ષણ કરવાની ચિન્તાઓ વિવિધ પ્રકારે જન્મે છે. કેઈ છીનવી લઈ ન જાય તે માટે ચોરની ભીતિએ કુતરા પાળે છે અને રોકીદાર તરીકે પઠાણ-પગી વિગેરે રાખે છે, છતાં પણ ચિન્તાએ ટળતી નથી અને શંકા થયા કરે છે કે પગાર આપીને રાખેલ ચેકદારે ચેર સાથે ભળી જશે તે પ્રાપ્ત કરેલી સંપત્તિની બરબાદી થશે અગર અણચિન્તવી આગ લાગશે તે તેમજ રશિયા અને અમેરિકાની લડાઈ વખતે એટમ બે પડશે તે શી વલે થશે? આવી વિવિધ શંકાઓથી તે પરિગ્રહવાળાનું ચિત્ત શાંત બનતું નથી. સાત ક્ષેત્રમાં તેને સદુપયોગ કરે ગમતું નથી. આ પ્રકારની પ્રતિબદ્ધતામાં સ્વજીવન પસાર કરીને પરલોકે જવું પડે છે, આવા પરિગ્રહને પણ પાપ જ કહેવાય. માટે પરિગ્રહ અને તેની મમતાના ત્યાગમાં જ ચિન્તા ઓછી થાય છે, ચિન્તા ઓછી થતાં સ્થિરતા હાજર થાય છે અને સ્થિરતાના પેગે આમેન્નતિ થતાં સત્ય સુખશાંતિને લહા મળે છે, માટે અને સત્ય સુખના અભિલાષીઓ! તમારે સત્ય સુખશાંતિ મેળવવી હોય તે પરિગ્રહને ત્યાગ કરવાપૂર્વક મમત્વને પણ ત્યાગ કરે.
For Private And Personal Use Only