________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર ૭૦૭. જે જીવાત્માઓ બાહ્ય દષ્ટિમાન છે, વિષયના વિચારમાં અને વિકારોમાં સમાચી રહ્યા છે અને તેઓમાં સુખ માની બેઠા છે. તેઓને કેઈ ધાર્મિક વ્યાખ્યાન શ્રવણ કરવા ઉપાશ્રયે ખેંચી લાવે પણ માનસિકવૃત્તિ બાહિર ભમતી હેવાથી ધર્મનું વ્યાખ્યાન તેઓને રુચિકર થાય નહી અને ઉઠવા માંડે અગર શરમથી બેસી ઉંઘવા માંડે કે બીજાઓ સાથે વાદવિવાદ કરી લડી પડે. આવા માણસે ધર્મને લાયક હેતા નથી. કદાચ ધાર્મિકતાને આડંબર કરે તે પણ ક્યાં સુધી ટકે ?
જુગારીના ઘરમાં રહેલી સંપત્તિ, મર્કટના કંઠે રહેલે હાર અને ઘેલી–ગાંડીના માથે રહેલ પાણીનું બેડું ટકી શકતું નથી; તેની માફક ચંચલ મનવૃત્તિવાળા મનુષ્યમાં ધર્મભાવના ટકી શકતી નથી. એટલે સ્થિરતાની જરૂર છે.
૭૦૮આરંભ સમારંભ કરવામાં દયા ભૂલાય છે, તથા સ્ત્રીઓના પરિચયથી બ્રહ્મચર્યનું પાલન થતું નથી; તેમજ શંકાઓ કરવાથી શ્રદ્ધા રહેતી નથી. શંકાને અને શ્રદ્ધાને સદાય વિરોધ રહેલ છે તેથી બહારની વસ્તુઓના આધારે સુખ માનનારને ગ્રહણ કરેલી દિશામાં પણ સ્થિરતા રહેતી નથી.
૭૦૯ અલ્પ બુદ્ધિવાળાના હૃદયમાં ગભીર-હેટી વાત રહી શકતી નથી તેમજ બીલાડીના પેટમાં ક્ષીરનું ભેજન ટકી શકતું નથી, તે પ્રમાણે જેની માનસિક વૃત્તિઓ બાહ્યમાં ભટકતી હોય છે તેઓને વ્યાવહારિક કાર્યોમાં પણ વારે વારે અથડામણ આવ્યા કરે છે. લીધેલ કાર્યો સફલતાને ધારણ
For Private And Personal Use Only