________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
માપ હાજર થાય છે. તે માટે ઘણા પ્રયાસ કરવાના રહેતા નથી. તેમજ ચિન્તા પણ બહુ સતાવતી નથી. ધમી જનને સંપત્તિ, સાહયબી માટે પરિભ્રમણ કરવું પડતું નથી. પણ લક્ષમી તેને શોધતી આવે છે. પણ આ પ્રમાણે અને કયારે? લક્ષ્મીને ઈચ્છયા સિવાય ધર્મની આરાધનાને તન મનથી કરે ત્યારે.
લક્ષમી આવે ત્યારે મારે અને જાય ત્યારે પણ મારે જાય ત્યારે ઉંચુ જેવા ન દે, અને આવે ત્યારે નીચુ જેવા દે. લક્ષમી, સત્તા વિગેરે જાય ત્યારે પરિતાપને પાર ન રહે, અને આવે ત્યારે ઉન્માદની મર્યાદા રહે નહી, આ ધર્મ રહિતને બને છે. ધમીજનને તે બે પ્રકારે યે આનંદ, જાય તે સંયમની આરાધના કરવા તૈયાર થાય અને આવે તે તેને સરકપગ કરે, પણ ભેગપભેગને કેડે ન બને.
પુણયના ગે ધનસંપત્તિ, સાયબી મળે. અને પુણ્ય હોય ત્યાં સુધી ટકે. પરંતુ તે વૈભવ અને સાહયબીથી સત્ય સુખ કદાપિ મળતું નથી, તે નક્કી સમજવું. કારણ કે, જે સાયબી મળેલી છે. તે ક્ષણભંગુર અને વિયેગશીલ છે. એટલે તેમાં મુંઝાયા વિના ધર્મની આરાધનામાં સદાય તત્પર બનવું જોઈયે.
સત્ય સુખના અથએ તે ધન સંપત્તિ કરતાં, સંયમની અધિક કિમત જાણીને ધનને મેળવતાં ધર્મને ભૂલતા નથી.
૯૦. શ્રીમંતાઈ પણ જેઓનું પુણ્ય હોય તેને મળે, અને જીવન પર્યંત ટકી રહે. જેને પૃદય ન હોય તે માણસ ગમે તેવી અનીતિ લુચ્ચાઈ કે બદમાસી કરે તે પણ તેને શ્રીમંતાઈ પ્રાપ્ત થવી અશક્ય છે. અને કદાચ મળે તે ટકી રહે
For Private And Personal Use Only