________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
દષ્ટિએ ભવિષ્યમાં સંકટ આવીને ઘેરે ઘાલવાના માટે ધર્મનું પાલન કરે.
૧૧૦. જગના મનુષ્યો ઝેરને તથા અનીતિને ખરાબ કહે છે; અને દુઃખદાયી પણ માને છે, પણ ઝેરને ત્યાગ જલ્દી કરે છે અને અનીતિને હશે હોંશે સેવે છે, તે ઉપરથી માલુમ પડે છે-કે તેઓને દુઃખ, વહાલું લાગતું હશે, નહીતર અનીતિને કેમ ત્યાગ ન કરે-કરે જ. મેહથી ઘેરાએલાઓને અનીતિ વહાલી લાગે છે જેને મેહ મમતાને ત્યાગ છે, તેઓને અનીતિ બૂરી લાગે છે. માટે ભવિષ્યને વિચાર કરીને મેહ મમતાના ત્યાગપૂર્વક અનીતિને દુઃખદાયી માની તેને ત્યાગ કરવા નિરન્તર કટીબદ્ધ બનવું, તે જ હિતકર છે અને શ્રેયસ્કર પણ છે.
૧૧૧. મનુષ્ય, પિતાના મનમાં ધારે છે, તે તે થઈ શકે છે; દેવ થવું હોય તે દેવ જેવું બની શકે. માણસાઈ-ગંભીરતા-ધીરતા-નિરભિમાનતા–નિસ્પૃહતા-નિર્ભયતા વિગેરે સદ્દગુણેથી અલંકૃત થઈ દેવના જેવા સુખને ભેગવી શકે છે, તેમજ હલકી કેટીને બનવું હોય તે તે બની શકે છે એટલે પશુવૃત્તિ-અહંકાર-અભિમાન-ઈર્ષ્યા-દ્વેષ વિગેરે દુર્ણને સેવી હલકી કેટીને બને છે.
વર્તમાન કાલમાં મનુષ્યોને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે, ઉત્તમ કે અધમ દશામાં જે રહેલા છે. તે તેના વિચારથી પ્રાપ્ત થએલ છે. એક રીતે તપાસ કરીએ તે માલુમ પડે છે કે મનુષ્યનું જીવન બગીચા જેવું છે. તેમાંથી જે ઘાસ-રોપાઓ વિગેરે નકામા ઉત્પન્ન થએલ હેય તે, તેઓને દૂર કરવાથી
For Private And Personal Use Only