________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ પણ સહકાર આપનાર અગર દુઃખમાં ભાગ પડાવનાર મળતું નથી, ભલે પછી પિકારે પડે કે દુઃખથી ઉછળે.
૧૪૫. સંસારરૂપ જેલને મહેલ માનનારની કદાપિ મમતા ઘટતી નથી અને અનંતકાલ સંસારરૂપ જેલમાં રહેવું પડે છે, ત્યાં કઈ પણ તેમાંથી મુક્ત કરાવનાર મળતું નથી; માટે સંસારરૂપી જેલ ને મહેલ ન માનતા તેને કેદખાનું કે જેલ માને.
જેલને જેલ તરીકે માનનારને તેમાંથી મુકત થવાની ભાવના જાગે છે તેમાં પડી રહેવાની ઈછા પણ થતી નથી. પરંતુ તેમાંથી નિકળવાનો પ્રયાસ વારે વારે થાય છે. જે તે જેલને મહેલ માનશે તે નકળવાની ઈચ્છા થશે નહી અને તેમાં અનેક પ્રકારની વેદનાએ સહન કરવી પડશે; માટે આ મિથ્યાત્વને ટાળે અને સુખનું ભાજન બને.
કઈ પણ અનંત સુખને અનુભવ કરનાર, અરિહંત ભગવાનેએ તેમજ સિદ્ધ ભગવાનેએ મમતાના ગે મળેલ જેલને ત્યાગ કર્યા સિવાય મોક્ષ મહેલ મેળવેલ નથી; તે પછી જેલમાં પડી રહેતાં તેમને મહેલ કેવી રીતે મળશે?
જેલમાં પડી રહીને કષ્ટ ભેગવવા છે કે તેને ત્યાગ કરીને સત્ય સુખ મેળવવું છે? તેને અન્તઃકરણથી વિચાર કરે, અને ત્યાગ કરવા ઉપાય કરે
તમે એમ માનતા હશે કે આ જેલ જીર્ણ થશે ત્યારે આપોઆપ નીકળશે. ત્યાંસુધી મહેલમાં લહેર કરીશું; પણ આ માન્યતા તમારી ભૂલ ભરેલી છે. કારણ કે આ જેલ એવી છે
For Private And Personal Use Only