________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩ અદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનાવનાર જે કઈ હોય તે સમત્વભાવને પ્રભાવ છે.
૩૪૧. જે આત્મશક્તિએ પુણ્યદયથી આપણને ઉત્પન્ન કર્યા છે તેજ આત્મશક્તિ અને પુણ્યદય, આપણને આપત્તિના સમયે સહાય કરે છે–ટટાર કરે છે અને ઉત્સાહિત કરે છે તથા નવજીવન અર્પે છે; આ પ્રમાણે આપણું જીવનમાં આવી પડતા પ્રત્યેક દુઃખને ઇલાજ, આપણુમાં રહેલી દિવ્ય શકિતને છે માટે તેને વિકાસ કરવા આળસ કરવી તે ય નથી.
પ્રત્યેક માનવીમાં એવી દિવ્ય શક્તિ રહેલી છે કે તેને વિકાસ કરવામાં આવે તે અર્થાત્ સદુપયોગ કરતાં આવડે તે જીવનયુદ્ધના સઘળા ઘા રૂઝાય, સર્વ સંકટ આપઆપ હટી જાય, અને સત્ય શાંતિ આવી મળે. આવી દિવ્ય શક્તિ આપણા પિતાનામાં નિરન્તર રહેલી છે તેને ઓળખે.
૩૪૨. માણસે સંકટના સમયે ભયગ્રસ્ત બની વલે પાત કરે નહી, એટલે તેના તાબેદાર બનવું નહી. પણ અન્તરમાં રહેલી દિવ્ય શક્તિના તરફ દષ્ટિ નાંખવી. દષ્ટિ પડતાં આવી પડેલાં સંકટ-વિડંબનાઓ ભાગાભાગી કરી મૂકશે. જ્યાં સુધી દિવ્ય શક્તિ પર આપણી દૃષ્ટિ પડતી નથી ત્યાં સુધી સંકટનું બલ ચાલે છે અને દુઃખી બનાવી મૂકે છે.
૩૪૩. સદ્વિચારે અને વિવેક વડે આપણે આપણા કલહ કંકાસાદિ ઈષ્ય વૈર વિરોધ અથવા રાગ-દ્વેષ-મહાદિકને હઠાવી સુખશાન્તિ, ઉદારતા તથા સમતાને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. કલહાદિન-વૈર વિરોધાદિને હઠાવવાની તથા
For Private And Personal Use Only