________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ આરંભ- સમારંભે વપરાતી હોવાથી-કેઈપણ પ્રકારે ધર્મ થઈ શક્ત નથી અને વિવિધ પ્રકારના અંતરાય કમેં ચીકણાં બાંધી પરલેક જાય છે, એટલે તેની સંપત્તિ કેઈપણ સત્કાર્યમાં ખપતી નથી.
પરંતુ તેજ મુગ્ધના વિચારમાં સદ્દગુરુના ઉપદેશ વડે પરીવર્તન થાય તે માયા–મમતા-અહંકારને ત્યાગ કરી સત્કા
માં તે સંપત્તિ ખરચાય-વજન વર્ગ-સાધર્મિક બંધુઓને રીતસર સહકાર મળે, અને તે સહકારના યોગે ધાર્મિક ક્રિયામાં સ્થિરતા થાય અને સ્થિરતાના વેગે, આત્મસ્વરૂપની ઓળખાણ થાય-આદર વધે અને વિકાસ સધાય. આરાધેલ ધર્મને મહિમા અપરંપાર છે; તેના ગુણ ગાવા માટે સામાન્ય અને જ્ઞાની પુરુષો પણ સમર્થ બનતા નથી તેથી દાન ધર્મની શાસ્ત્રકા
એ પ્રધાનતા આપી છે અને કહે છે કે મળેલું ને મેળવેલું સઘળું અત્રે પડી રહેશે સાથે આવશે નહીં, માટે દાન ધર્મની આરાધના કરે.
શીલ-કહેતાં બ્રહ્મચર્યનું પાલન કરવાથી-માનસિકવૃત્તિઓ જે અન્યત્ર ભટકતી હોય તે સઘળી સ્થિરતાને ધારણ કરે છે, શારીરિક શક્તિ વધે છે અને તેથી વિષય-કષાયના વિકારે કબજામાં રહેતા હોવાથી અનુક્રમે માણસે સ્વાધીન બનતા રહે છે. દંભ-પ્રપંચનું જોર ઓછું થાય છે અને ઘણા દે સેવાતાં નથી. મન-વચન અને કાયાએ બ્રહ્મચર્યનું પાલન કરનાર, પરણે તે પણ તેની શક્તિ ઓછી થતી નથી, અને ઉત્પન્ન થએલ પુત્ર-પુત્રી બલવાન બને છે; જેવી બીજમાં તાકાત હોય તેવી તાકાત ફલમાં આવે છે, તેમજ શક્ય રીતે
For Private And Personal Use Only