________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
ચિતાને બુઝાવવામાં તથા પુણ્યધન-આત્મશક્તિને વિકાસ કરવામાં, શૂરવીરેની શૂરવીરતા-પડતની પંડિતાઈ અને પરાકમીઓનું પરાક્રમ રહેલું છે. આ સિવાય મેળવેલા ગુણે વૃથા જાય છે તે મેળવેલા ગુણેથી કર્મોનાં બંધને વધતા રહે છે અને ભભવ ભમવું પડે છે.
૪૦૧. અમે એકલા છીએ, બલ છે નહી, તેમજ સહાય વિના અમે શું કરીયે? પરિવાર પણ છે નહી. અમારું શું થશે? અમે ચાર ગતિમાં કઈ ગતિમાં ગમન કરીશું? આવી ચિન્તાઓ ધમજનેને હોતી નથી. કારણ કે, તેઓએ દ્રવ્ય અને ભાવથી ધર્મની આરાધના કરી આત્મબલ મેળવ્યું છે, એટલે કે પ્રકારને ભય હોતું નથી. પરંતુ જેઓએ દ્રવ્ય અને ભાવથી ધર્મની આરાધના કરી નથી, તેઓને ચિન્તાઓ અને ભય સતાવ્યા કરે છે માટે જ ધર્મની આરાધના કરવાની આવશ્યકતા છે.
૪૦૨, જે વાત આપણે બરાબર સમજ્યા ન હોઈએ તેને સમજવાપણાને ડોળ કદાપિ કરવો નહીં. કારણ કે, કઈ પુછે ત્યારે તેને જવાબ આપી શકાશે નહી, અને મુંઝવણમાં આવી પડશે તેથી પાસે રહેલા તમારી અતિ હાંસી કરશે.
૪૦૩. બીજાઓની મીઠી મશ્કરી કરતાં, બીજાઓના એવા શબ્દોને સાંભળી સહન કરવાની ટેવ પાડવી, નહીતર તે કરેલી મીઠી મશ્કરી ભારે પડશે અને પ્રેમ ને બદલે વેર થશે પ્રથમ તે કેઈની મશ્કરી કરવી નહી અને કરે તે બીજાએ કરેલી મકરીને સહન કરી લેશે આપણે જેવું બેલીએ તેવું સામો બોલે.
For Private And Personal Use Only