________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવતાં તેઓની ઉપેક્ષા કરવી તે અધિક લાભદાયક છે. કદાચ લાભ દેખાતે હોય અને મળતું હોય તે પરિણામે તેની દસ્તી નુકશાનકારક નીવડે છે. બુદ્ધિ તે જરૂર બગડે છે અને સદૂભાવના-સદ્વિચારમાં બગાડે પેસે છે. માટે દસ્તી કરતાં વિચાર કરશે. દસ્તને-મિત્રને પસંદ કરવામાં ઉતાવળા બને નહી, ધીમા થાઓ અને મિત્ર બનાવ્યા પછી તેનાથી છૂટા થવામાં તેથી પણ વધારે ધીમા થાઓ. અન્યથા ભયંકર શત્રુને ઉત્પન્ન કરવામાં તમે કારણ બનશે. મિત્ર બનાવ્યા પછી કલેશ કંકાસ વેર કરીને છૂટા થશે નહી. નહીતર વિશેષ વિડ્યોમાં સપડાવું પડશે. તે વખતે ઘણે પરિતાપ થશે. માટે દસ્તી બાંધતાં સારી રીતે પરિચયમાં આવી તેના વિચારે, ઉચ્ચારે અને આચારોનું શક્ય નિરીક્ષણ કરવું તે હિતાવહ અને શ્રેયકર છે. કેટલાક એવા હોય છે કે પરિચય કર્યા વિના લેભ અને લાભ દેખી મિત્રતા કરવા ઉતાવળથી સંબંધ બાંધે છે, પણ લાભ ન મળતાં ફ્લેશ કંકાસ કરીને છૂટા પડે છે, તેથી પરસ્પર વેર વિરોધ થતાં ઘણી નુકશાની વેઠવી પડે છે અને ધાર્મિક ક્રિયાઓમાં પણ સ્થિરતા રહેતી નથી. પરંતુ સારા વિચારે-ઉચ્ચારે અને આચાર, જેઓના હેય, તેની સાથે મિત્રતા કરવી તે લાભનું કારણ છે. તેથી ચિત્તની શુદ્ધિ થાય અને સુંદર આચારમાં પણ દઢતા થાય. ઉત્તમ પુરુષને ચાહવાથી હદય ખાલી થતું નથી પણ શુભ ભાવનામાં વધારો થાય છે. તેઓને સહારો આપવામાં પણ કોથળી ખાલી થતી નથી પણ પુણ્ય
For Private And Personal Use Only