________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩ કષ્ટ પડતું ન હોય, તે પણ જેલ તે મહેલ ન કહેવાય. સેનાના પિંજરમાં પિપટને ખાવાપીવાની અનુકૂળતા હોય છે છતાં સવતંત્રતાથી વિચારવાની મજા તેને કયાંથી હોય! તેવી રીતે દુન્યવી પદાર્થોમાં મુગ્ધ બનેલને આત્મિકગુણોમાં વિહરવાની લહેર ક્યાંથી હોય !
૩૮૫. શ્રદ્ધા-વિશ્વાસ, એ નિરાશા-ચિન્તા અને ઉદ્વેગને મહાન શત્રુ છે આપણે ભય પામીએ છીએ તેનું કારણ એ છે કે, આપણે માર્ગ જોઈ શક્તા નથી. શ્રદ્ધા અને વિશ્વાસ, માર્ગ જોઈ શકે છે, તેથી સન્માર્ગે જવાય છે.
જ્યારે શ્રદ્ધા-વિશ્વાસ રહેતું નથી ત્યારે જ ભય-શંકાનિરાશા-ઉદ્વેગ વિગેરેને આવવાને અવકાશ મળે છે. તેથી કઈ પણ કાર્ય સાધવામાં પાછળ પડવાનું થાય છે, અગર તે કાર્ય રહી જાય છે. જે માણસ આત્મશ્રદ્ધાના આધારે પ્રતિકૂલ સંગો મળતાં હસતે રહે છે, તેને કઠિનમાં કઠિન સગો સામે હામ ભીડવાની શક્તિ જાગ્રત્ થાય છે. એટલે તેવા સગે પ્રાપ્ત થતાં ભીતિ તથા નિરાશાને ધારણ કરતા નથી, પણ તેઓને સહન કરીને આગળ વધતા રહે છે.
જે માણસે, પિતાના મનને ઉરચ ભાવનાથી, પ્રોત્સાહક વિચારથી તથા આશાવંત વિચારથી, આનંદી અને ઉત્સાહી વિચારોથી ભરી રાખવા શક્તિ પ્રાપ્ત કરી છે, તેણે જીવનનું એક મહાનું રહસ્ય જાણ્યું છે.
૩૮૬. ઈર્ષ્યા-અદેખાઈ અને અજ્ઞાનતા વિગેરે દેથી આપણને અન્ય ગુણવાન પુરુષ પ્રતિપક્ષી જેવા ભાસે છે,
For Private And Personal Use Only