________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
એટલે પ્રથમ મ્હને શિરપાવ મળવા જોઇએ. મહારાજાએ કહ્યું, કે તેનું પ્રથમ મસ્તક ઉડાવી દેવુ' જોઈએ. ત્યારે પેલા બહાદુરીને બતાવતાં કહેવા લાગ્યા કે તેતા પ્રથમ સેનાધિપતિએ શસ્ત્રવડે ઉડાવી દીધુ હતું; સૈનિકા હાંસી કરવા લાગ્યા. વાહ તારી અહાદુરી ! અને શૂરવીરતા ! મહારાજાએ પણ હસતાં કહ્યું કે અરે ભલા સૈનિક ! પગ પહેલાં મસ્તક કાપવુ જોઈએ તેમાંજ શૂરવીરતા છે, માથું કપાયા પછી તે સામાન્ય સૈનિક પગને કાપી શકે છે, માટે અભિનંદન અને શિરપાવ તા . સેનાનાયકને ઘટે, તેથી તેમને આપવામાં આવે છે. આ પ્રમાણે જે પ્રથમ મેાહનૃપના સેનાનાયક મિથ્યાત્વને ઉડાવી દે તેને જ અભિનદન ઘટે છે; પછી મેાહ નૃપનું જોર ચાલતું નથી અને આપોઆપ કબજામાં આવે છે; ત્યારબાદ તેની પાછળના સૈનિકા ભાગાભાગ કરે તેમાં આશ્ચર્ય નથી. એટલે અનંતાનુબંધી કષાયને પ્રેરણા આપનાર-ઉશ્કેરણી કરનાર મિથ્યાત્વને મારા ! સર્વ સંપત્તિ સ્વયમેવ આવીને હાજર થશે. આ સિવાય સાચી સંપત્તિ-સત્તા આવી મળશે નહી; માટે ધાર્મિક ક્રિયાને કરનારા ધામિકાએ મેાહના વિકારાને મારવા માટે મિથ્યાત્વને ટાળવા માટે ખાસ વિચારામાં પરાવર્તન લાવીને સ્વબલને ફારવવું તે આવશ્યક છે.
ગમે તેવી દેખાદેખીએ-હેતુ સમજ્યા સિવાય ધાર્મિક ક્રિયાઓ કરશેાતા માહના વિકારા-વાસનાઓ તમેાને શાંતિથી બેસવા દેશે નહી; ધાર્મિક ક્રિયાઓમાં પણ વિખવાદ ઉભા કરાવશે. કકાસ-કલહરિફાઇ-અદેખાઇ વિગેરેને ઉભા કરીને માહ જોર પકડશે એટલે તમાને આત્મવિકાસના તથા
For Private And Personal Use Only