________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ આત્મજ્ઞાન-સમતારસના ઝરણું કયાંથી હોય? એ ગમે તેટલું ભણેલા હોય ગમે તે ગ્રેજ્યુએટ થએલા હોય, વિશ્વવિદ્યાલયની મહાન પદવીઓ લીધેલ હેય, ન્યાયાસન પાસે અક્કલને ચક્કરમાં નાંખી દે એવી દલીલ કરનારા હોય, મુત્સદ્દીગીરીમાં સામાને થાપ ખવરાવનારા હોય, પણ તેઓ આત્મધર્મમાં પાછળ હેય છે.
૧૭૪. અપકારી ઉપર પણ ઉપકાર કરો અને ઉપકારનો બદલો વાળવામાં તૈયાર રહેવું, તિરસ્કારધિક્કારના વચને સાંભળતાં મનમાં ગ્લાનિ લાવવી નહી. તેમજ મારનાર ઉપર વેરભાવ રાખ નહી. પરંતુ તેઓનું કલ્યાણ કેવા પ્રકારે કરું, આવી ભાવના રાખવી તે ધર્મ છે. સંત પુરુષ તે ચંદનની માફક સજજનતાને પોતાનો સ્વભાવ મૂકતા નથી, ચંદનને કેદ કાપે, ઘસે અગર કે પૂજન કરે તે પણ સુગંધ આપીને સામાને ખુશ કરે છે. તે મુજબ સંત પુરુષને કઈ ધિક્કારે, તિરરકારે, ગાળો ભાંડે અગર માર મારે તે પણ અન્યનું બુરું ચિન્તવતા નથી. પણ ભલું કેમ થાય, તે પ્રમાણે વર્તન રાખે છે. તેઓમાં મૈત્રી ભાવના પરોપકાર વૃત્તિ-સુશીલતા-સરલતા પ્રિયહિતવચનતા-દાક્ષિણ્યતા–વિનય અને ત્યાગ વિગેરે સગુણ
સ્વાભાવિક હોય છે. તે સદ્દગુણને શુભેદ-સુખની વેળા તેમજ અશુદયે સંકટની વેળાએ, સંતે ત્યાગ કરતા નથી, પરંતુ તેવા પ્રસંગે વધારે હિંમત રાખીને સિથર થાય છે. સૂર્ય, ઉદયકાલે અને અસ્ત સમયે શું વલાનિ દેખાડે છે? નહી. તેમજ સર્વ સમયે સંત પુરુષ પિતાની ગુણપ્રજાને મૂકતા નથી. તેઓ દરેક પ્રાણીઓના સંસર્ગમાં આવતાં છતાં પણ ગુણેને ગ્રહણ કરીને જ આનંદ માને છે. અનુપગથી કદાચિત્ દર્શશે તરફ
For Private And Personal Use Only