________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨ વાસનાઓ ટળે તે જ પ્રમાણે નીતિની અને ધર્મની આરાધના કરવી તે હિતાવહ અને શ્રેયકર છે.
૬૫૪. દુરાચારથી ભય પામો પણ સદાચારમાં ભય પામે નહી, નિર્ભય બની શુરવીર બને દુરાચાર-અનીતિમાં જે લાભ દેખાય છે, તે તમારી જમણું અજ્ઞાનતા છે; કારણ કે દુરાચારી અને અનીતિમાનની પરિસ્થિતિ-અવસ્થા બરાબર તપાસવામાં આવે તે માલુમ પડશે કે તેઓ કેવી અધમ દશામાં ફસાઈ પડેલા છે! કાં તે અસહ્ય વ્યાધિઓથી પીડાતા હશે; કાં તે ચિત્તારૂપી ચિતામાં શેકાઈ રહેલા હશે; આવી દશા દુરાચારીની હોય છે તે તેવા દુરાચારથી ભય પામી પાછા હવું અને તેને વિચાર કરે નહીં, પણ સદાચારમાં નિર્ભય બનીને તેનું પાલન કરવા શૂરવીર બનવું; તેમાં ભયખેદાદિક રાખ નહીં, કારણ કે સદાચારમાં કષ્ટને ભય રાખવાથી સાત ભય કદાપિ ખસશે નહીં. સદાચારના મેગે અનાદિકાલની ભ્રમણા–અજ્ઞાનતા-આસક્તિ નાશ પામે છે અને સાચી સમૃદ્ધિ-શક્તિને આવિર્ભાવ થતો રહે છે, સદાચારના પાલનથી જે સત્તા-વૈભવ-શકિત મળેલ હોય તેમાં વધારે થતું રહેશે, ત્યારે દુરાચારોથી-અનીતિથી શક્તિ-સત્તા-સમૃદ્ધિ-સાહ્યબીમાં ઘટાડે થતા રહે છે અને આધિ-વ્યાધિ અને વિડંબના વિગેરેનું જોર વધે છે, તેઓનું જોર વધતાં માણસ જેવા માણસને પાયમાલ કરીને પશુતામાં લાવી મૂકે છે માટે સદાચારમાં નિર્ભય બને.
For Private And Personal Use Only