________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
દૂધ ભરેલ ભાજન મૂકીને તે બીલાડીને લાવી મૂકી. બીલાડી, જીભ દાઝેલી હોવાથી ત્યાંથી નાઠી. રાજાની પાસે આવીને ઉભી રહી. નૃપે બુદ્ધિને પ્રભાવ સાંભળી દિવાનને ભારે શરપાવ આપે. આવી બુદ્ધિ વાપરનારા કેટલાએક મળી આવશે. પરંતુ પુણ્ય-દૂધને પીનાર અને વાસનારૂપી બીલાડીને નસાડનાર વિરલા જ મળશે; કારણકે દરરોજ પુણ્ય-દૂધને વાસના બીલાડી પીધાં જ કરે છે, તેની બે ભૂલાવનાર નસાડી મૂકનાર અત્યારે કોઈ દેખાતું નથી. તેની બે ભૂલાવી પુણ્ય-દૂધનું રક્ષણ જે કરવામાં આવે તે આ જીવાત્મા પુષ્ટ બને તેમજ અનેકવિધ પરેપકારના કાર્યો કરવા સમર્થ બને.
૧૫૨. ધર્મને ઉપદેશ આપનાર-તપ કરનાર-દાનશિયળ ભાવના વિગેરે ધાર્મિક કાર્યો, કરનાર પુણ્ય તે બહુ બાંધે છે, પરંતુ ક્રોધાદિકને દૂર નહી કરેલ હોવાથી મમતા-અહંકાર એક સપાટે સઘળું સાફ કરી નાખે છે. શીયાળાની ઋતુમાં કણબીએ ઘઉં વાવ્યા હોય છે. ટાઢ વેઠીને ચાર વાગ્યાના સુમારે કેશ જોડીને પાણી પાઈને તૈયાર કરેલ હેય છે પણ એ અરસામાં પાછલી રાત્રીનું પલ્લું હિમ જેમ તેને બાળી ભસ્મસાત્ કરે છે તેવી રીતે જ્ઞાન-ધ્યાન વિગેરેના ફલને ક્રોધાદિક બાળી નાખે છે, તે માટે ધાર્મિક ક્રિયાઓ કરનારે બહુ સાવધાન રહેવાની આવશ્યકતા છે. એક શ્રાવક ગેજયુએટ હતું અને નૃપના પુત્રને અભ્યાસ કરાવતે હતે. મહિને તેને બસો રૂપિયાને પગાર મળતું હતું. પરંતુ સ્વભાવે બહુ કડક હતે. સહજ ભૂલ થઈ જાય તે ગરમાગરમ થત હેવાથી તે ગરમીથી આંખેને અસર થઈ પણ ગરમ બનવાની
For Private And Personal Use Only