________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ રસ પણ મધુર આવશે. ખરાબ વિચારો વડે મધુરતાની આશા રાખવી તે વૃથા છે.
૪૩૧. દરેક પ્રસંગે વિચારે ઉપર ઘણે ઉપયોગ રાખ; તેથી ખરાબ અને સારા વિચારોને ખ્યાલ રહેશે અને ખરાબ વિચારે હશે તે, તેને ત્યાગ કરવા ઉદ્યમ થશે. અત્યાર સુધી આપણે આપણા વિચારો પર નજર રાખી નથી તેથી આપણે આત્મા ઉન્નતિપણાને પામે નહી, અને ખરાબ વિચારે ટળ્યા નહી. ખરાબ વિચારે તરફ દૃષ્ટિ કરનારા જે સુધરે નહી તે ભારે કમ જાણવા. લઘુ કર્મો જ તે વારેવારે વિચારો પર નજર રાખીને થએલ ભૂલને સુધારતા રહે છે, તેના વેગે આમોન્નતિમાં આગળ ધપતા રહી મહરાજાની ફેજને હરાવે છે અને પોતાની સત્તા–રાજ્ય કબજે કરી અનુક્રમે અનંત સુખના ભકતા બને છે.
૪૩ર. વિપત્તિ વેલાએ વિડંબના થાય નહી અને કષ્ટ પડે નહીં તે માટે પ્રત્યેક માનવીએ ધનાદિકને મેળવવાની ભાવના રાખે છે અને મહેનત કરીને પણ મેળવે છે, છતાં વિપત્તિજન્ય વિડંબનાઓ ટળતી નથી. અને કરેલી મહેનત માથે પડે છે. પરંતુ જે તેવી ભાવના અને તેટલી મહેનત આત્મજ્ઞાન મેળવવામાં કરેલી હોય તે વિપત્તિ વખતે વિડ બના-દુખને સહન કરવાની તાકાત મળે, અને તે વખતે આત્મ વિકાસ થાય અને આત્મિક ધન પરખાય.
મનુષ્યો આધિ-વ્યાધિ અને ઉપાધિના સંકટને ટાળવાના જે ખરા ઉપાય છે, તે કરતા નથી અને વિડંબના આવે તેવા ઉપાયેને ઉમંગભર કરતા રહે છે અને દુઃખ પડયે છલે તે
For Private And Personal Use Only