________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮ આધારે છે તથા લક્ષ્મીની સાર્થકતા દાન દેવામાં સમાએલ છે–તેમજ દાનની સફલતા સુપાત્રમાં રહેલી છે. પુરુષ, જે સદાચારી ન્યાયવાન હોય તે પિતાના આત્માની ઉન્નતિ કરવાપૂર્વક-સ્વજાતિ કુલગ્રહ અને ગામની શેભાને વધારી તેમની આત્મન્નિતિમાં રીતસર સહકાર આપે છે, તેથી આત્માને તથા જાતિ-કુલાદિને દ્રવ્યથી અને ભાવથી વિકાસ સાધે છે, અને પ્રશંસાપાત્ર બને છે, પરંતુ પુરુષ જે સદાચારી અને નીતિ
ન્યાયવાન હોય નહી તે સ્વાત્મા વિગેરેની અવનતિ કરવાપૂર્વક વિકાસને રૂંધે છે; માટે પ્રથમ મનુષ્ય સ્વાત્માને-તેમજ પુત્ર પરિવારાદિકને તથા સમાજને વિકાસ કરવા માટે ન્યાય-નીતિમાન બનવા ખાસ અગત્યતા છે અને ન્યાય નીતિમાન પુરુષ, ધર્મની આરાધના કરવા સમર્થ બને છે, જો કે દુરાચારી, કેઈ એક સજજનની પ્રેરણાથી તેમજ સદ્ગુરુના ઉપદેશ દ્વારા ધર્મની આરાધના કરવા તત્પર બને છે, પણ તે જે અનીતિ અન્યાયને ત્યાગ કર્યા સિવાય ધર્મની આરાધના કરે તે તે-અસદાચારી પાછા પડે છે, અગર ફળ મેળવવામાં નિષ્ફળ થાય છે માટે નીતિ ન્યાયવાન બનવાપૂર્વક જે ધર્મની આરાધના કરે છે, તે પુરુષ પિતાના આત્માની તથા પિતાના કુલજાતિની સમાજની ઉન્નતિ કરવા સમર્થ બને છે, અને ભૂષણરૂપ બનીને શોભાને વધારે છે એટલું જ નહીં પણ સમગ્ર પૃથ્વીનું આભૂષણ બને છે, માટે કષ્ટ વેઠીને પણ નીતિમાન બને ન્યાય નીતિમાન પુરુષને વ્યાવહારિક કાર્યોમાં ડગલે અને પગલે લક્ષમીની જરૂર પડે છે, લક્ષમી વિના જગના વ્યવહારમાં ઘણું મુશ્કેલી આવી પડે છે તેથી તે ભલે નીતિમાન હોય
For Private And Personal Use Only