________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
વામાં તથા સ્વકલ્યાણ સાધવામાં જે સફલ કરવાનું છે, તેને બદલે અપકાર-વાર્થમાં વેડફાઈ વૃથા જાય તે અતિ ખેદકારક છે. મનગમતી મહેટાઈ મેળવવામાં અને આબરૂને વધારવામાં તથા આત્મકલ્યાણ સાધવામાં જો તમેને પ્રીતિ હોય તે સ્વાદ અને સ્વાર્થને ત્યાગ કરી નિસ્પૃહ બને; જે નિસ્પૃહ નહી બને તે સ્વાદ અને સ્વાર્થ આવી હાજર થશે; અનાદિકાલથી ચાર ગતિમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને શુભ નિમિત્ત દ્વારા શુભ વિચારેના વેગે સમકિત થાય છે એટલે દેવ ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા બેસે છે અને શ્રદ્ધાના ગે શુભ વિચાર વિવેક અને આચારથી નિઃસ્પૃહ બને છે ત્યારે રવાદ અને સ્વાર્થ ખસને જાય છે; સત્ય આત્મતત્વની ઓળખાણ થતાં અપૂર્વ આનંદને અનુભવ આવતે રહે છે અને મહત્તા વિગેરે ઈષ્ટ વસ્તુઓ આપે આપ ઉપસ્થિત થાય છે, માટે સ્વાદ અને સ્વાર્થને ત્યાગ કરવાને અભ્યાસ કરે અને સ્વપરનું કલ્યાણ કરે.
૬૩૧. આશાએથી ઝકડાયા પછી મનુષ્ય, આશાએને પૂર્ણ કરવા દશેય દિશાઓમાં પરિભ્રમણ કરે છે, છતાં જ્યારે આશાઓ પૂર્ણ થાય નહી ત્યારે એ વિલેપાત કરે છે કે, શારીરિક માનસિક અને સાથે સાથે આત્મિક શક્તિ જે ઘવાતી હોય છે તેનું પણ ભાન રહેતું નથી; પછી નિર્માલ્ય જેવા બને છે, માટે આશા ઉપર અંકુશ રાખવાની ખાસ જરૂર છે ભાગ્યોદયે પ્રયાસ કરતાં એક આશા પૂરી થઈ પણ તેમાંથી હજાર આશાઓ ઉત્પન્ન થાય છે, માટે આશાઓને અંકુશમાં રાખવાની ખાસ અગત્યતા છે કે જેથી સંતેષના ગે શારીરિક માનસિક અને આત્મિક શક્તિઓ દબાય નહી.
For Private And Personal Use Only