________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ મજબૂતાઈ ઢાંકી રાખે છે, તેમ બાહ્યાડંબર, માનવની કેટલીક વેળા નબળાઈ ઢાંકી રાખે છે; મનુષ્યનું સાચું મૂય, તેના સુચ્ચારિત્ર પર આધાર રાખે છે, જેઓ આડંબરથી ઉપરના દેખાવથી અન્ય જને પર વર્ચસ્વ પાડવા મથે છે તથા દબાવવા પ્રયાસ કરે છે તેઓ પિતાની જ નબળાઈ ખુલ્લી કરે છે; તેઓએ સમજી લેવું કે કદાપિ આડંબરથી પોતાના જીવનની કિંમત આંકતી નથીપણ સદાચારથી કીંમત અંકાય છે. સરચારિત્રથી આડંબર નહી કરે તે પણ તમે આત્મવિકાસ કરી શકશે.
પ૯ જગતમાં પ્રથમ-સવેગ-નિર્વેદ-અનુકંપાઅને આસ્તિય યુક્ત શ્રદ્ધાવાનું મનુષ્ય શાણું અને સજન ગણાય છે. કારણ કે તેઓએ મેક્ષ માર્ગને જ પસંદ કરેલ છે, પ્રશમાદિ રહિતને માર્ગ તે સંસારનો છે. સંસારને માર્ગ તે આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર અને ભયંકર હોવાથી મનુષ્યને સત્ય શાંતિ કયાંથી હોય? જે માણુમાં પ્રશમાદિ ગુણો આવીને વસેલા છે, તેઓને આધિ વિગેરે બહુ નડતા નથી.
બહારના દેખાવથી કે રાજ્ય વૈવાદિકથી સમક્તિ યુક્ત સજજનતા આવતી નથી, પરંતુ કર્મની લાઘવતાથી આવે છે. કર્મને મૂલમાંથી દૂર કરવામાં તથા તેની ઓછાશ કરવામાં બહાદુરી રહેલી છે. દુનિયામાં બતાવેલી બહાદુરી કે શૂરવીરતા કર્મને ઓબ કરવામાં કે ત્યાગ કરવા માટે ખપમાં આવે તેમ નથી; દુન્યવી શુરવીરતાને જ્યારે ત્યાગ કરવામાં આવશે ત્યારે કર્મોને હઠાવવાની શૂરવીરતા જાગ્રત્ થશે.
For Private And Personal Use Only