________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
રાખતા નથી. સહનશીલતામાં ઘણા લાભ સમજતા હૈાવાથી, આનંદપૂર્વક સહન કરી લે છે.
૫૦૬, સામાનું વેર લેવામાં ફાયદો થવા અનિશ્ચિત છે, અને નુકશાન થવુ તે ચાક્કસ છે; માટે ક્ષમાને ધારણ કરીને શત્રુને શાંત કરવા તે બદલા લેવાનેા સુંદર ઉપાય છે. આ ઉપાય વિના વેર વળતું નથી પણ વધતું રહે છે.
૫૦૭, ઇો-અદેખાઈ વિષ કરતાં ભયકર અને અત્યંત હાનિકારક છે. કારણકે સર્પનું વિષ, સર્પને હાનિ કરતું નથી, પણ અદેખાઈ રૂપી વિષ તે અદેખાઈ કરનારને પણ અનર્થકારક બને છે, તેથી તેવી ટેવ ૫૦૮. મિત્રો સાથે વડીલ બધુ પિતા અને પૂજ્ય ગુરુ સાથે વાદ-વિવાદ
ટાળવી.
સાથે તેમજ માત કરવા નહી; કારણ કે વાદ-િ -વિવાદ કરતાં તકરાર થાય છે તેથી વિપરીત પરિણામ આવ્યા સિવાય રહેતું નથી, વાદ વિવાદ કરનાર જીતે અથવા હારે તાપણુ શે।ભા મળતી નથી; નિન્દાપાત્ર થવાય છે.
૫૯. મિત્ર સાથે મિત્રતા જો કાયમ રાખવી હોય તા તેની સ્ત્રી સાથે એકાંતમાં વાતચીત કરવી નહી; મિત્ર સાથેનાં વનમાં નજીવી બાબતને જતી કરવી. વિપત્તિ વખતે સહકાર આપવા, તેમજ દિલાસા આપી મિત્રને સ્થિર કરવા.
૫૧૦, આપણા મિત્રાની, વડીલેાની અગર પૂજ્ય વર્ગની વિરુદ્ધ વાત, આપણે સાંભળી હેાય તે એકદમ સત્ય માનવી નહી; પણ સત્ય જાણુવા માટે એકાંતમાં તેને પુછતાં જે દલીલા કહે તેના પણ વિચાર કરવા; ઘણા એવા હાય છે કે
For Private And Personal Use Only