________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હઠાવે છે; માટે ઉદયમાં આવેલા કમેના વિપાકને દેખીને હતાશ થવું ન જોઈએ, પણ તેઓને વિફલ કરવા પ્રબલ પુરુષાર્થને ફેરવે જોઈએ, તેથી ઘણુ કમે ખરવા માંડે છે.
૧૦૫. દુષમ કાલ, તત્વજ્ઞાની ગુરુને વિરહ, પૂર્વ કર્મના ઉદયને વિફલ કરવાની અશક્તિ, સત્સંગને અભાવ, પુદ્ગલાનંદી અને ભવાનંદીને ગાઢ પરીચય આ સર્વે અધ:પતન પામવાના કારણ કહી શકાય.
૧૦૬. આત્મગુણેમાં રમણુતા કરવી; જડ ચૈતન્યની ભિન્નતા કરવી, તે સમ્યગજ્ઞાન અને ચારિત્ર સિવાય બનવું અશક્ય છે, જ્યાં સુધી જડ ચૈતન્યની ભિન્નતા થાય નહીં ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કાયમ રહે છે.
૧૦૭. નિર્વિકલપ મન તે ધ્યાન કહેવાય, માનસિક મલિનતાને ત્યાગ તે સત્ય સ્નાન કહેવાય, અને ઈક્તિને નિગ્રહ કરે તે શોચ-પવિત્રતા કહેવાય. સત્તર પ્રકારે સંયમની પાલના તે પાણ; આ પ્રમાણે સ્નાન કરનારની મનઃશુદ્ધિ થાય છે અને રહે છે.
વિષયની ઈચ્છાઓથી મન, સંતસ રહે છે અને મલિન બની આત્માના ગુણે ઉપર આવરણ લાવી મૂકે છે, તેથી ઈરછાઓને નાબુદ કરવા સંયમ રાખવાની ખાસ અગત્યતા છે; અને આ કાર્ય પ્રથમ કરવા લાયક છે.
૧૦૮, સદાચારના માર્ગે ચાલવા છતાં પણ અશુભ દયે સુખ મળતું નથી અને શુશોદયે ગમે તેવી
For Private And Personal Use Only